News Continuous Bureau | Mumbai
હીરા ઉદ્યોગમાં મંદીનું મોજુ, ઉદ્યોગપતિઓ અને રત્ન કલાકારો તેજીને લઈને આપ્યા મોટા સંકેત. . સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં સુરત બાદ ભાવનગર બીજા નંબરે આવે છે. ભાવનગરમાં અનેક હીરાના કારખાનાઓમાં કામ કરી ને રત્ન કલાકારો રોજગારી મેળવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. જેમાંથી ભાવનગરના હીરા ઉદ્યોગ પણ બાકી રહ્યો નથી. આ મહામારી બાદ હીરા ઉદ્યોગમાં થોડી તેજી આવી હતી પરંતુ રશિયા અને યુક્રેનના વિવાદને કારણે વિદેશમાંથી આવતા કાચા હીરાની રફ આવવાનું બંધ થઈ ગયું હતું. જેના કારણે વેપારીઓને મોંઘા ભાવે રફ લેવી પડે છે. જેથી ખર્ચમાં વધારો થતા વેપારીઓને કારખાના અને રત્ન કલાકારોને પગાર આપવાનું મુશ્કેલ પડી ગયું છે. મંદીના સમયમાં હીરાના કારીગરો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ ઊભી થઈ છે. હીરાના વેપારીઓ સરકાર પાસે રાહત પેકેજની માંગણી કરી રહ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લાના ખૂબ જ મોટી સંખ્યામાં હીરાના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો રોજગારી મેળવે છે. આ માલ હીરા ઉદ્યોગમાં મંદિરને લઈને કારીગરોમાં સંતાનો માહોલ જામ્યો છે બીજી બાજુ છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જામ્યો છે ત્યારે હીરાના કારીગરો હાલ ખૂબ જ મંદીનો માહોલ હોય ત્યારે તેનો ભોગ બની રહ્યા હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે .
આ સમાચાર પણ વાંચો: વિવાદઃ કંટારાની ‘મુરલીધર’એ ‘KGF 2’ને માઇન્ડલેસ ફિલ્મ કહી, કહ્યું- નાના બજેટની ફિલ્મો જોઈશ