ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
મુંબઈ હાજર બજારમાં સોયાતેલના ભાવ ઘટી ડિગમના રૂ.૧૧૭૫ તથા રિફા.ના રૂ.૧૨૨૫ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ ઘટી રૂ.૧૨૦૦ તથા રિફા.ના રૂ.૧૨૭૦ રહ્યા હતા. કોપરેલના ભાવ વધી ૧૦ કિલોના રૂ.૧૭૦૦ રહ્યા હતા. રાઈસ બ્રાનના ભાવ રૂ.૧૨૧૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે ટનના ભાવ સોયાખોળના રૂ.૧૦૦૦થી ૧૧૦૦ ઉછળ્યા હતા જ્યારે એરંડા ખોળના ભાવ રૂ.૪૦૦થી ૫૦૦ ગબડયા હતા. મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે મસ્ટર્ડ તેલના ભાવ શોર્ટ સપ્લાય વચ્ચે ઝડપી ઉછળ્યા હતા. કપાસિયા તેલ જાે કે સૌરાષ્ટ્ર પાછળ નરમ રહ્યું હતું. દરમિયાન, વિવિદ આયતી ખાદ્યતેલોના ભાવ આજે વધતા અટકી વિશ્વ બજાર પાછળ પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ મસ્ટર્ડ તેલના વધી રૂ.૧૭૦૦ તથા રિફા.ના રૂ.૧૭૩૦ બોલાયા હતા. કપાસિયા તેલના ભાવ ઘટી રૂ.૧૨૪૦ જયારે સિંગતેલના રૂ.૧૩૪૦ના મથાળે શાંત હતા. સૌરાષ્ટ્ર બાજુ કોટન વોશ્ડ ઘટી રૂ.૧૧૭૦ રહ્યું હતું જ્યારે સિંગતેલના ભાવ રૂ.૧૩૦૦ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૨૦૮૦થી ૨૦૯૦ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આયાતી પામતેલના ભાવ ઘટી રૂ.૧૧૮૫ જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ ઘટી રૂ.૧૧૨૨ રહ્યા હતા. દરમિયાન, વાયદા બજારમાં સીપીઓના ભાવ રૂ.૧૦ તથા સોયાતેલ વાયદાના ભાવ રૂ.૧૫ ગબડયા હતા. જાે કે સોયાબીન વાયદાના ભાવ રૂ.૪૪થી ૪૫ વધ્યા હતા. સામે એરંડા વાયદાના ભાવ રૂ.૧૭થી ૧૮ નરમ બોલાઈ રહ્યા હતા.