News Continuous Bureau | Mumbai
Inflation Growth: દેશમાં હાલ રાંઘણ ગેસ, પેટ્રોલ-ડીઝલથી લઈને ખાદ્ય તેલ અને કઠોળ જેવી આવશ્યક ચીજવસ્તુઓની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. મોંઘવારીએ ( Inflation ) સામાન્ય માણસની કમર તોડી નાખી છે, ત્યારે હવે મહારા્ષ્ટ્રમાં શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. ધાણા અને શેપુ ભાજી રુ. 50 થઈ ગયા છે. તો મરચાં રુ. 100 પર પહોંચી ગયા છે. જેના કારણે સામાન્ય જનતાના ખિસ્સામાં પણ હવે આની અસર પડશે.
વાત કરીએ જથ્થાબંધ ( wholesale Inflation ) અને છૂટક ( retail Inflation ) બજારની તો, ફળો અને શાકભાજીની સાથે પાંદડાવાળી શાકભાજીના ભાવમાં ગત સપ્તાહની સરખામણીએ રૂ.20 થી 30નો વધારો થયો છે. તો કોથમીર, જે તમારી રસોઈમાં સ્વાદ ઉમેરે છે, લાતુરથી મોટી માત્રામાં આયાત કરવામાં આવે છે. કોથમીર જે પહેલા 20 થી 25 રૂપિયામાં મળતી હતી તે હવે 50 રૂપિયા થઈ ગઈ છે. તો શેપુની ભાજીના ભાવ પણ રૂ.25 થી રૂ.50 સુધી વધ્યા હતા. અગાઉ 60 થી 80 રૂપિયાના ભાવ મળતા મરચા હવે રુ. 100 પર પહોંચી ગયા છે. તો ટામેટાં 40 રૂપિયા સુધી પહોંચી ગયા છે.
Inflation Growth: શાકભાજીના ભાવ વધારાના કારણે સામાન્ય ગૃહિણીઓનું આર્થિક બજેટ હાલ ખોરવાઈ ગયું છે.
શાકભાજીના ભાવ ( Vegetable prices ) વધારાના કારણે સામાન્ય ગૃહિણીઓનું આર્થિક બજેટ હાલ ખોરવાઈ ગયું છે. જે શાકભાજી પહેલા કિલોના ભાવે ખરીદવામાં આવતી હતી તે હવે અડધા કિલોના ભાવે ખરીદવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Ministry of AYUSH: આયુષ મંત્રાલય સામાન્ય વીમા કંપનીઓ અને આયુષ હોસ્પિટલ માલિકો માટે સંવેદના કાર્યક્રમનું આયોજન કરશે
દરમિયાન, રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેતીને અસર થઈ છે અને બજારમાં શાકભાજીની આવક ઘટી છે. તો બીજી બાજું મુંબઈમાં સખત ઉનાળાના કારણે અડધાથી વધુ ઉત્પાદન સડી જાય છે.
મુંબઈમાં વધતી ગરમીના કારણે કાકડી અને લીંબુની સારી માંગ છે અને એક લીંબુના રૂા.8 વસુલવામાં આવી રહ્યા છે અને કાકડીનો ભાવ રૂા.50 થી વધીને રૂા.80 થઈ ગયો છે. તો રીંગણ, કારેલી, પાપડીનો ભાવ પણ 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો વધી ગયો છે.