Site icon

Inflation Rate: સરકાર-RBI મોંઘવારીના જોખમને લઈ સાવચેત, ખાદ્ય-ઊર્જાના ઊંચા ભાવને લીધે અનિશ્ચિતતાનો માહોલ

Inflation Rate: વધતી મોંઘવારી એ કોઈ પણ દેશના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે. ભારત દેશ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જો કે, કેન્દ્ર સરકાર અને આરબીઆઈ બંને આ સમસ્યા અંગે સતર્ક છે. અહેવાલ છે કે, આગામી વર્ષે ફરી મંદીનો ખતરો દેશ પર મંડરાઈ રહ્યો છે.

Inflation Rate: Govt, RBI on ‘high alert’ on inflation; rate hike transmission may temper demand

Inflation Rate: Govt, RBI on ‘high alert’ on inflation; rate hike transmission may temper demand

News Continuous Bureau | Mumbai

Inflation Rate: વધતી મોંઘવારી (Inflation) એ કોઈ પણ દેશના અર્થતંત્ર (Economy) માટે ચિંતાનો વિષય છે. ભારત દેશ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જો કે, કેન્દ્ર સરકાર (Central govt) અને આરબીઆઈ (RBI) બંને આ સમસ્યા અંગે સતર્ક છે. અહેવાલ છે કે, આગામી વર્ષે ફરી મંદીનો ખતરો દેશ પર મંડરાઈ રહ્યો છે. નાણા મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા ઓક્ટોબરના આર્થિક સમીક્ષા અહેવાલમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક ક્રૂડ ઓઈલ (Crude oil) ના ભાવમાં તાજેતરમાં નરમાઈ અને કોર ફુગાવામાં સતત ઘટાડાને કારણે ફુગાવાના દબાણને ઘટાડવામાં મદદ મળી છે. કેન્દ્રીય બેંક પણ આ સ્થિતિથી વાકેફ છે. તેના સૂચકાંકો અનુસાર, જો ઊંચા ભાવોમાંથી રાહત આપવા માટે વધુ જરૂર પડશે તો વ્યાજદરો વધુ વધી શકે છે.

Join Our WhatsApp Community

વૈશ્વિક મંદી (Global inflation) ના મોરચે, સમીક્ષા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે ખાદ્ય અને ઊર્જાના ઊંચા ભાવોથી અનિશ્ચિતતાનું જોખમ રહે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માલની નિકાસ ઘટવાને કારણે વૈશ્વિક વેપાર પર દબાણ આવવાની શક્યતા છે. આ તથ્યોને જોતાં સાલ 2024માં મંદીનું જોખમ મંડરાઈ છે. રિપોર્ટ અનુસાર, વૈશ્વિક મંદી દરમિયાન પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત છે. તેનું મુખ્ય કારણ સ્થાનિક સ્તરે માગમાં મજબૂતી છે.

આ સમાચાર પણ વાંચોઃ  Gandhinagar : ઉપરાષ્ટ્રપતિ આ તારીખે લેશે ગાંધીનગર, ગુજરાતની મુલાકાત

આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની શક્યતા

મીડિયા અહેવાલ અનુસાર, વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થા વાર્ષિક ધોરણે 80-100 બેસિસ પોઈન્ટ્સ ઘટી શકે છે. તેનું મુખ્ય કારણ નબળી વૈશ્વિક માગ હોવાનું કહેવાય છે. ઉપરાંત, અસમાન વરસાદ, સામાન્ય ચૂંટણીઓને કારણે સરકારી મૂડી ખર્ચની ગતિમાં સંભવિત મંદી અને નાણાકીય કઠોરતા પણ જીડીપીના આંકડાઓને અસર કરી શકે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
India-US Trade Deal Impact: ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય બજારોમાં આવશે સુનામી! ભારત-અમેરિકા વ્યાપાર કરારના સંકેતથી આ 5 સેક્ટર્સના શેરોમાં લાગશે અપર સર્કિટ
Exit mobile version