News Continuous Bureau | Mumbai
Inflation Rate in India : દેશમાં પહેલેથી જ મોંઘવારીથી ( Inflation ) ત્રસ્ત સામાન્ય માણસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ચૂંટણી પુરી થતા જ મોંઘવારી હવે ભડકી ઉઠી છે. દેશમાં જથ્થાબંધ મોંઘવારીનો દર 15 મહિનાની ટોચે પહોંચી ગયો છે. આંકડાઓ અનુસાર મે મહિનામાં મોંઘવારી સૌથી વધુ વધી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે આ અંગેના આંકડા જાહેર કર્યા હતા.
જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, ખાદ્યપદાર્થો, પાંદડાવાળા શાકભાજી અને ઉત્પાદિત ખાદ્ય ચીજોના ભાવમાં વધારાને કારણે આ મોંઘવારી વધી છે. એપ્રિલ મહિનાની સરખામણીમાં મે મહિનામાં મોંઘવારી દરે મોટી છલાંગ લગાવી હતી. જેની સીધી અસર હવે છૂટક બજારમાં જોવા મળી રહી છે. મોંઘવારી વધવાને કારણે સામાન્ય માણસના ખિસ્સા પર પણ તેની મોટી અસર થઈ છે.
Inflation Rate in India :એપ્રિલ મહિનામાં ખાદ્યપદાર્થોના ભાવમાં 7.74 ટકાનો વધારો નોંધાયો હતો.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ( Ministry of Commerce and Industry ) ડેટા અનુસાર એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી ( wholesale inflation ) દર 1.26 હતો. મે મહિનામાં આ જ દર ઘટીને 2.61 ટકા થયો હતો. એટલે કે એક મહિનામાં ફુગાવાનો દર બમણો થઈ ગયો હતો. આનાથી સામાન્ય લોકો હાલ પરેશાન થઈ ગયા છે.
મિડીયા રિપોર્ટ અનુસાર, એપ્રિલ મહિનામાં ખાદ્યપદાર્થોના ભાવમાં ( food prices ) 7.74 ટકાનો વધારો નોંધાયો હતો. આ જ દર મે મહિનામાં 9.82 ટકા પર પહોંચી ગયો હતો. તો એપ્રિલ મહિનામાં શાકભાજીનો મોંઘવારી દર 23.60 ટકા નોંધાયો હતો. આ જ દર મે મહિનામાં મહત્તમ 32.42 ટકા પર પહોંચી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : Shani Vakri : શનિની વક્રી ગતિ શું છે, કઈ રાશિઓ માટે તે શુભ અને કોના માટે દુઃખદાયક બનશે..
Inflation Rate in India : હાલ ડુંગળીના મોંઘવારી દરમાં થોડો ઘટાડો થયો છે…
હાલ ડુંગળીના મોંઘવારી દરમાં થોડો ઘટાડો થયો છે. એપ્રિલ મહિનામાં ડુંગળીના ભાવમાં ( onion prices ) 59.75 ટકાનો વધારો થયો હતો. હવે આ જ દર વાર્ષિક ધોરણે 58.05 ટકા છે.
બટાટાનો મોંઘવારી દર પણ વધ્યો છે. મે મહિનામાં કઠોળનો મોંઘવારી દર 21.95 ટકા વધ્યો હતો. તો ઉત્પાદિત માલનો ફુગાવો દર 0.78 ટકા હતો. એપ્રિલ મહિનામાં આ જ દર (-) 0.42 ટકા હતો.