Site icon News Continuous Bureau | Mumbai

Inflation Rate in India : લોકસભા ચૂંટણી પૂરી થતાંની સાથે મોંઘવારીએ તોડ્યો તેના 15 મહિનાનો રેકોર્ડ, મે મહિનામાં મોંધવારીનો દર થયો બમણો.

Inflation Rate in India : દેશમાં જથ્થાબંધ મોંઘવારીનું સ્તર વધી રહ્યું છે. તેની અસર આગામી દિવસોમાં છૂટક ફુગાવા પર જોવા મળે તેવી શક્યતા છે. મે મહિનાના જથ્થાબંધ ફુગાવાના આંકડા બહાર આવ્યા છે અને તે લગભગ બમણો વધીને 15 મહિનાની ટોચે પહોંચી ગયો હતો.

Inflation Rate in India Inflation breaks 15-month record as Lok Sabha election ends, inflation rate doubles in May

Inflation Rate in India Inflation breaks 15-month record as Lok Sabha election ends, inflation rate doubles in May

News Continuous Bureau | Mumbai  

Inflation Rate in India : દેશમાં પહેલેથી જ મોંઘવારીથી ( Inflation  ) ત્રસ્ત સામાન્ય માણસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ચૂંટણી પુરી થતા જ મોંઘવારી હવે ભડકી ઉઠી છે. દેશમાં જથ્થાબંધ મોંઘવારીનો દર 15 મહિનાની ટોચે પહોંચી ગયો છે. આંકડાઓ અનુસાર મે મહિનામાં મોંઘવારી સૌથી વધુ વધી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે  શુક્રવારે  આ અંગેના આંકડા જાહેર કર્યા હતા. 

Join Our WhatsApp Channel

જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, ખાદ્યપદાર્થો, પાંદડાવાળા શાકભાજી અને ઉત્પાદિત ખાદ્ય ચીજોના ભાવમાં વધારાને કારણે આ મોંઘવારી વધી છે. એપ્રિલ મહિનાની સરખામણીમાં મે મહિનામાં મોંઘવારી દરે  મોટી છલાંગ લગાવી હતી. જેની સીધી અસર હવે છૂટક બજારમાં જોવા મળી રહી છે. મોંઘવારી વધવાને કારણે સામાન્ય માણસના ખિસ્સા પર પણ તેની મોટી અસર થઈ છે.

 Inflation Rate in India :એપ્રિલ મહિનામાં ખાદ્યપદાર્થોના ભાવમાં 7.74 ટકાનો વધારો નોંધાયો હતો.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ( Ministry of Commerce and Industry ) ડેટા અનુસાર એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી ( wholesale inflation ) દર 1.26 હતો. મે મહિનામાં આ જ દર ઘટીને 2.61 ટકા થયો હતો. એટલે કે એક મહિનામાં ફુગાવાનો દર બમણો થઈ ગયો હતો. આનાથી સામાન્ય લોકો હાલ પરેશાન થઈ ગયા છે.

મિડીયા રિપોર્ટ અનુસાર, એપ્રિલ મહિનામાં ખાદ્યપદાર્થોના ભાવમાં ( food prices ) 7.74 ટકાનો વધારો નોંધાયો હતો. આ જ દર મે મહિનામાં 9.82 ટકા પર પહોંચી ગયો હતો. તો એપ્રિલ મહિનામાં શાકભાજીનો મોંઘવારી દર 23.60 ટકા નોંધાયો હતો. આ જ દર મે મહિનામાં મહત્તમ 32.42 ટકા પર પહોંચી ગયો હતો.

આ સમાચાર   પણ વાંચો : Shani Vakri : શનિની વક્રી ગતિ શું છે, કઈ રાશિઓ માટે તે શુભ અને કોના માટે દુઃખદાયક બનશે..

Inflation Rate in India : હાલ ડુંગળીના મોંઘવારી દરમાં થોડો ઘટાડો થયો છે…

હાલ ડુંગળીના મોંઘવારી દરમાં થોડો ઘટાડો થયો છે. એપ્રિલ મહિનામાં ડુંગળીના ભાવમાં ( onion prices ) 59.75 ટકાનો વધારો થયો હતો. હવે આ જ દર વાર્ષિક ધોરણે 58.05 ટકા છે.

બટાટાનો મોંઘવારી દર પણ વધ્યો છે. મે મહિનામાં કઠોળનો મોંઘવારી દર 21.95 ટકા વધ્યો હતો. તો ઉત્પાદિત માલનો ફુગાવો દર 0.78 ટકા હતો. એપ્રિલ મહિનામાં આ જ દર (-) 0.42 ટકા હતો.

Pakistan Minister India Visit Congress Slams Modi Govt પાકિસ્તાની મંત્રીના ભારત પ્રવાસ પર રાજકીય ઘમાસાણ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું ‘ધમકી આપનારને આમંત્રણ આપ્યું’
Bangladesh PM Targets India Over Sheikh Hasina પાડોશી દેશમાં અશાંતિ વચ્ચે બાંગ્લાદેશના PM તારિક રહેમાને ભારત પર કાઢ્યો બળાપો શેખ હસીનાનું નામ લઈને સાધ્યું નિશાન
India Youth Population UNFPA Report વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી ભારતમાં દેશના 26 ટકા લોકો 10 થી 24 વર્ષના, UNFPA નો રિપોર્ટ
Stock Market Today Fall રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા સેન્સેક્સ 463 પોઈન્ટ ગગડી 82,558 પર, નિફ્ટી 25,368 ના સ્તરે સરક્યો
Exit mobile version