News Continuous Bureau | Mumbai
Infrastructure Projects: દેશમાં રોડ, બ્રિજ, ટનલ સહિતના સેંકડો મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ પ્રોજેક્ટ્સનું બજેટ કરોડો રૂપિયાનું છે. પરંતુ આ પ્રોજેક્ટ સમયસર પૂરા ન થવાના કારણે સરકારી તિજોરી પર દબાણ ઝડપથી વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સરકારે આ અંગે માહિતી આપી હતી કે ઓક્ટોબર-ડિસેમ્બર 2023 દરમિયાન 150 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુના રોકાણ સાથે 448 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની કિંમત 5.55 લાખ કરોડ રૂપિયાથી વધુ વધી ગઈ છે.
કેન્દ્રીય ( Central Government ) ક્ષેત્રના પ્રોજેક્ટ્સ (રૂ. 150 કરોડ અને તેથી વધુના ખર્ચ) ના સંદર્ભમાં, 2023-24 ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ત્રિમાસિક પ્રોજેક્ટ અમલીકરણ સ્થિતિ અહેવાલ ( Quarterly Project Implementation Status Report ) મુજબ, 1,897 પ્રોજેક્ટ્સ પર વિગતવાર માહિતી પ્રદાન કરવામાં આવી છે. QPISRનો આ અહેવાલ આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ( Ministry of Statistics and Program Implementation ) દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઈકોનોમી ટાઈમ્સના અહેવાલમાં અનુસાર 1,897 પ્રોજેક્ટ્સમાંથી 448 પ્રોજેક્ટ્સનો ખર્ચ રૂ. 5,55,352.41 કરોડથી વધુ વધી ગયો છે, જે તેમની મંજૂર કિંમતના 65.2 ટકા છે.
આ સમાચાર પણ વાંચો : Delhi Metro viral video : આ દિલ્હી મેટ્રો છે કે રિયાલિટી શો? મહિલાઓ મેટ્રોમાં ઘૂંઘટ કાઢીને પરંપરાગત ગીતો પર કરવા લાગી ડાન્સ.. જુઓ વિડીયો..
Infrastructure Projects: નવીનતમ મંજૂર ખર્ચની સરખામણીએ 292 પ્રોજેક્ટ્સની કિંમત રૂ. 2,89,699.46 કરોડ વધી છે…
નિષ્ણાતો આ અંગે કહે છે કે ઈન્ફ્રા પ્રોજેક્ટની ( infra projects ) કિંમતમાં વધારો થવાનું સૌથી મોટું કારણ એ છે કે તે પ્રોજેક્ટ પરનું કામ અટકેલું છે અને સમયસર પૂરું થતું નથી. તેથી આવા પ્રોજેકટનો ખર્ચ વધી રહ્યો છે. અહેવાલ મુજબ, નવીનતમ મંજૂર ખર્ચની સરખામણીએ 292 પ્રોજેક્ટ્સની કિંમત રૂ. 2,89,699.46 કરોડ વધી છે. વધુમાં, 276 પ્રોજેક્ટના સંદર્ભમાં સમય અને ખર્ચ બંનેમાં વધારો થયો છે. કુલ 1,897 પ્રોજેક્ટ્સમાંથી 56 પ્રોજેક્ટ સમય કરતાં આગળ છે, 632 પ્રોજેક્ટ શેડ્યૂલ પર છે અને 902 પ્રોજેક્ટ્સ વિલંબમાં છે. બાકીના પ્રોજેક્ટ્સ કાં તો પૂર્ણ થઈ ગયા છે અથવા તેના સંબંધી માહિતી હાલ ઉપલબ્ધ નથી.