News Continuous Bureau | Mumbai
InMobi IPO: ભારતની એક દાયકા કરતા પણ વધુ સમય પહેલા પ્રથમ યુનિકોર્ન સ્ટાર્ટઅપ કંપનીનો દરજ્જો મેળવનારી ટેક કંપની ઇનમોબી ( InMobi ) ફરી એકવાર તેનો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. કંપની 3 વર્ષના ગાળા બાદ ફરીથી આઈપીઓ પર કામ કરી રહી છે. સ્થાનિક શેરબજારમાં હાલ આઈપીઓની પ્રવૃત્તિઓ પહેલાથી જ ઝડપી છે. તેથી હવે આ યોજનાએ સૂચિત આઈપીઓની લાઈનમાં બીજું મોટું નામ ઉમેર્યું છે.
ઇનમોબી લગભગ 3 વર્ષ પહેલા અમેરિકાના શેર બજારમાં ( Stock Market ) લિસ્ટ થવાની તૈયારી કરી રહી હતી. એ માટે કંપનીએ અમેરિકાના શેરબજારમાં ( US stock market ) આઇપીઓ લાવવાની તૈયારી પૂરી કરી લીધી હતી. જોકે, બાદમાં તેણે આ યોજનામાંથી પીછેહઠ કરવી પડી હતી. ઇકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર આ વખતે ઇનમોબી ભારતીય બજારમાં ( Indian Share market ) લિસ્ટ થવાની તૈયારી કરી રહી છે. જેના માટે આઇપીઓ પ્લાન પર ફરીથી કામ કરવામાં આવી રહ્યું છે.
InMobi IPO: ઇનમોબી એક એડટેક સ્ટાર્ટઅપ કંપની છે….
ઇનમોબી એક એડટેક સ્ટાર્ટઅપ ( edtech startup ) કંપની છે. તે યુનિકોર્નનો દરજ્જો મેળવનારી પ્રથમ ભારતીય સ્ટાર્ટઅપ કંપની હોવાનું બિરુદ પણ ધરાવે છે. ઈનમોબીએ વર્ષ 2011માં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
યુનિકોર્ન નવી કંપનીઓ ( unicorn company ) છે જે બિઝનેસ વધવાની સાથે 1 અબજ ડોલરનું વેલ્યુએશન હાંસલ કરે છે. અત્યારે ભારતમાં ડઝનબંધ સ્ટાર્ટઅપ કંપનીઓને યુનિકોર્નનો દરજ્જો મળ્યો છે, પરંતુ એક દાયકા અગાઉ ભારતીય બજારમાં એકમાત્ર યુનિકોર્ન સ્ટાર્ટઅપ કંપની હતી તે એટલે ઇનમોબી.
આ સમાચાર પણ વાંચો : Mumbai rain : મુંબઈનું સાકીનાકા જંકશન બન્યુ તળાવ. બધેજ પાણી-પાણી
InMobi IPO: મોબાઇલ એડ સર્વિસ પર કામ કરતી આ કંપનીનો બિઝનેસ ભારતની બહાર ઘણા દેશોમાં ફેલાયેલો છે….
મોબાઇલ એડ સર્વિસ પર કામ કરતી આ કંપનીનો બિઝનેસ ભારતની બહાર ઘણા દેશોમાં ફેલાયેલો છે. કંપનીના મુખ્ય બજારોમાં ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા વગેરેનો સમાવેશ થાય છે. ઇનમોબી જાહેરાતકર્તાઓને જાહેરાતો બનાવવા, વેબસાઇટ પર ટ્રાફિકને વ્યક્તિગત કરવા અને જાહેરાત ઝુંબેશના પ્રદર્શનને ટ્રેક કરવા માટે વાસ્તવિક-સમયના અહેવાલો પ્રદાન કરવા જેવી સેવાઓ પૂરી પાડે છે.
ભારતીય બજારમાં ઇનમોબીના સૂચિત આઈપીઓની વિગતો ડ્રાફ્ટ ફાઇલ થયા પછી જ જાણી શકાશે. રેગ્યુલેટર પાસે ડ્રાફ્ટ ફાઇલ થયા બાદ જ જાણી શકાશે કે ઇનમોબીનો પ્રસ્તાવિત આઇપીઓ કેટલો મોટો હશે અને કંપની કેટલું મૂલ્ય મેળવવાનો આમાં પ્રયાસ કરશે. જો કે ત્રણ વર્ષ પહેલા જ્યારે કંપની અમેરિકી બજારમાં આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી હતી. ત્યારે તેની યોજના 12-15 અરબ ડોલરની વેલ્યુ મેળવવાની અને ઈશ્યૂથી 1 અરબ ડોલર એકત્ર કરવાની હતી.
નોંધનીય છે કે, ભારતીય બજારમાં હજુ પણ ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે. હાલ સેન્સેક્સ અને નિફ્ટી બંને સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. સેન્સેક્સે આ સપ્તાહે પ્રથમ વખત 80,000ની સપાટી ક્રોસ કરી હતી. આ તેજી સાથે આઇપીઓ માર્કેટમાં ( IPO market ) પણ તેની એક્ટિવિટી ઊંચી સપાટીએ છે. આગામી દિવસોમાં ઘણા મોટા આઇપીઓ બજારમાં લોન્ચ થવા જઇ રહ્યા છે.આમાં દક્ષિણ કોરિયાની ઓટો કંપની હ્યુન્ડાઇ પોતાના લોકલ યુનિટનો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. જે ભારતીય બજારમાં સૌથી મોટો આઇપીઓ બનવાનો એલઆઇસીનો રેકોર્ડ તોડી શકે છે. કોકા-કોલા પણ પોતાના લોકલ બોટલિંગ યુનિટનો આઇપીઓ લાવવાની હાલ તૈયારી કરી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Rain : મુંબઈમાં આફત બન્યો વરસાદ, શહેરના રસ્તાઓ પર ફરી વળ્યુ પાણી. 300 મીમી વરસાદ નોંધાયો..
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)