ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
3 જુલાઈ 2020
ઇન્ટેલ કેપિટલનું જિયો પ્લેટફોર્મ્સમાં રૂ.1894.50 કરોડનું રોકાણ કરશે. ઇક્વિટી વેલ્યૂ રૂ. 4.91 લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ વેલ્યૂ રૂ.5.16 કરોડ મુજબ ઇન્ટેલ કેપિટલ આ રોકાણ દ્વારા જિયોમાં સંપૂર્ણ ડાયલ્યૂટેલ આધારિત 0.39 ટકા ઇક્વિટી હિસ્સો મેળવશે..
આ રોકાણ જીવન બહેતર બનાવતી અત્યાધુનિક ટેક્નોલોજી પૂરી પાડવા માટે પ્રોત્સાહક બનશે એવું કંપનીનું કહેવું છે. તાજેતરમાં જ જિયો પ્લેટફોર્મ્સમાં 13 મા રોકાણકાર તરીકે દિગ્ગજ ઇન્વેસ્ટરોની યાદીમાં ઇન્ટેલ કેપિટલનો સમાવેશ થતાં જિયોમાં થયેલું કુલ રોકાણ રૂ.117,588.45 કરોડે પહોંચ્યું છે.
'જિયો પ્લેટફોર્મ્સ' નવી પેઢીનું અદ્યતન ટેક્નોલોજી પ્લેટફોર્મ છે, જેના 388 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ્ડ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ તથા મિક્સ્ડ રિયાલિટી, અને બ્લોકચેઇન દ્વારા તેની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. જિયોનું વિઝન 1.3 અબજ લોકો અને તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા આદાન-પ્રદાન કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાનાં વેપારીઓ, નાનાં વ્યવસાયો અને નાના ખેડૂતો સામેલ છે,
જ્યારે ઇન્ટેલ કેપિટલ ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 5G જેવી અત્યાધુનિક ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરતી કંપનીઓમાં વૈશ્વિક મૂડીરોકાણ કરે છે. ઇન્ટેલ ભારતમાં બે દાયકા કરતાં વધુ સમયથી કાર્યરત છે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યુ કે, "ભારતને વિશ્વમાં ટોચની ડિજિટલ સોસાયટીમાં પરિવર્તિત કરવાના અમારા વિઝન સાથે સુસંગત, ટેક્નોલોજીના દિગ્ગજો સાથે હાથ મિલાવતાં અમે અત્યંત આનંદિત છીએ…"
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com