Site icon News Continuous Bureau | Mumbai

ટુરિઝમ પર પસ્તાળ પડી. છેલ્લા ૩ દિવસમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી વિદેશના આટલા હજાર ટૂર પેકેજ કેન્સલ થયા. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 01 ડિસેમ્બર 2021    
બુધવાર 

ટ્રાવેલ અને ટુરીઝમ પર કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટ નો માર, કોરોના ના નવા વેરીયંટ ના  કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી વિદેશ પ્રવાસે જનારાઓ પર ભારે અસર પડી છે. સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ્સ એજન્ટ્‌સના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ૨૫ હજાર લોકોએ ૩૫ કરોડના ૧૨૫૦ ટૂર પેકેજ કેન્સલ કરાવ્યા છે. જેમાંથી મોટાભાગના યુરોપમાં બુક કરાવાયેલા હનીમૂન પેકેજ હતા. યુરોપમાં સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ, જર્મની, સ્પેન, ઓસ્ટ્રીયા, પોલેન્ડ જેવા પેકેજ ૨.૫૦ લાખથી શરૂ થતા હોય છે જ્યારે સાઉથ આફ્રિકામાં ઘાના, ઝીમ્બાબ્વે, તાન્ઝાનિયા જેવા ટુર્સ પેકેજ રૂ. ૧ લાખથી શરૂ થતા હોય છે. બીજીતરફ, યુરોપ કે સાઉથ આફ્રિકામાં ફસાયેલા સુરતીઓ હવે વાયા દુબઈ કે શારજહા થઈ પરત આવી રહ્યા છે

Join Our WhatsApp Channel

 

વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ભેદભાવ રાખનારી સરકારને આગામી ચૂંટણીમા સબક મળશેઃ દેશભરમાં વેપારીઓનો આક્રોશ? જાણો વિગત

ટ્રાવેલ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ મોહન ચકલાસિયાએ જણાવ્યું કે, છેલ્લા ૩ દિવસમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી વિદેશના ૧૨૫૦ ટૂર પેકેજ કેન્સલ થયા છે. શહેરની નાની-મોટી હીરા કંપનીના વેપારીઓ વેપાર અર્થે યુરોપ સહિતના જુદા-જુદા દેશોમાં જતા હોય છે. તે સાથે હાલમાં લગ્ન સિઝન પણ ચાલી રહી હોઈ વિદેશ લગ્ન પ્રસંગમાં જવા માગતા લોકોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે.

Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Jio Ownership મુકેશ અંબાણી જિયોના એકમાત્ર માલિક નથી, ગૂગલ અને મેટા સહિતની વૈશ્વિક કંપનીઓની પણ છે મોટી ભાગીદારી
September Retail Inflation Surges અનાજશાકભાજીના ભાવમાં જોરદાર તેજી! ફૂડ ઇન્ફ્લેશન ૭.૭૪ ટકાને આંબી ગયો જાણો તમારા દૈનિક ખર્ચ પર કેટલી અસર પડશે
Exit mobile version