Site icon

અદાણીની 6 કંપનીઓ પર LICનું દેવું કેટલા રૂપિયા છે, આ સંદર્ભે નો આંકડો સંસદમાં સામે આવ્યો છે.

LIC Adani Debt Exposure: કેટલાક સમયથી LICના શેર અને લોન પોર્ટફોલિયોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેવા સમયે સંસદમાં જાણકારી સામે આવી છે કે એલઆઇસી દ્વારા અદાણીમાં કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે.

Investment of LIC in ADANI shares

અદાણીની 6 કંપનીઓ પર LICનું દેવું કેટલા રૂપિયા છે, આ સંદર્ભે નો આંકડો સંસદમાં સામે આવ્યો છે.

News Continuous Bureau | Mumbai

લેટેસ્ટ માહિતી અનુસાર, છેલ્લા ત્રણ મહિના દરમિયાન અદાણીની કંપનીઓને આપવામાં આવેલી LIC લોનમાં ઘટાડો થયો છે.

Join Our WhatsApp Community

નાણામંત્રીએ આ માહિતી આપી

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનના અદાણી કંપનીમાં રોકાણ સંદર્ભેના આંકડાઓ વિશે માહિતી આપી. એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે લોકસભામાં જણાવ્યું હતું કે, અદાણી જૂથની કંપનીઓમાં LICનું ડેટ એક્સ્પોઝર 05 માર્ચે ઘટીને રૂ. 6,183 કરોડ થયું હતું. આ એક્સપોઝર 31 ડિસેમ્બર 2022ના રોજ રૂ. 6,347 કરોડ હતું.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય જીવન વીમા નિગમે માહિતી આપી છે કે 31 ડિસેમ્બર, 2022 અને માર્ચ 05, 2023ના રોજ અદાણી જૂથની કંપનીઓ પર તેનું દેવું એક્સપોઝર અનુક્રમે રૂ. 6,347.32 કરોડ અને રૂ. 6,182.64 કરોડ હતું.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં કડક કાયદો, કિલ્લાઓમાં દારૂ પીવા પર 3 મહિનાની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ

અદાણીની આ કંપનીઓને લોન

નાણામંત્રીના જવાબ મુજબ, અદાણી પોર્ટ્સ અને અદાણી ગ્રુપના સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (Adani Ports and SEZ) માં સૌથી વધુ રૂ. 5,388.60 કરોડનું એક્સ્પોઝર છે. એ જ રીતે અદાણી પાવર મુંદ્રા પાસે રૂ. 266 કરોડ, અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ ફેઝ-1 (Adani Power Maharashtra Ltd – Phase I) રૂ. 81.60 કરોડ, અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ ફેઝ-3 (Adani Power Maharashtra Ltd – Phase III) નું એક્સ્પોઝર છે. રૂ. 254.87 કરોડ, રાયગઢ એનર્જી જનરેશન લિમિટેડ રૂ. 45 કરોડ અને રાયપુર એનર્જન લિમિટેડ રૂ. 145.67 કરોડનું એક્સ્પોઝર ધરાવે છે.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version