Site icon

Tata Brand Value: IPL સ્પોન્સરશીપને કારણે ટાટા બની ફરી દેશની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ, આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય બ્રાન્ડ બની..

Tata Brand Value: વિવિધ બ્રાન્ડ્સના મૂલ્ય પર સંશોધન અને સલાહકાર સેવાઓ પ્રદાન કરતી કંપની બ્રાન્ડ ફાઇનાન્સના એક અહેવાલ અનુસાર, IPL એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગને સ્પોન્સર કરીને ટાટાની બ્રાન્ડ વેલ્યુમાં 9 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, હવે ટાટાની બ્રાન્ડ વેલ્યુ વધીને $28.6 બિલિયન થઈ ગઈ છે.

IPL sponsorship boosts Tata's value to become the country's most valuable brand again, becoming the first Indian brand to achieve this feat.

IPL sponsorship boosts Tata's value to become the country's most valuable brand again, becoming the first Indian brand to achieve this feat.

News Continuous Bureau | Mumbai

Tata Brand Value: ટાટા ગ્રુપને IPL સ્પોન્સરશિપથી ઘણો ફાયદો થયો છે. IPLમાં ટાઈટલ સ્પોન્સર બનવાથી ટાટાની બ્રાન્ડ વેલ્યુ  પહેલાની સરખામણીમાં હવે વધી ગઈ છે. તાજેતરના એક મિડીયા અહેવાલમાં આવો દાવો કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

વિવિધ બ્રાન્ડ્સના મૂલ્ય પર સંશોધન અને સલાહકાર સેવાઓ પ્રદાન કરતી કંપની બ્રાન્ડ ફાઇનાન્સના એક અહેવાલ અનુસાર, IPL ( IPL sponsorship ) એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગને સ્પોન્સર કરીને ટાટાની બ્રાન્ડ વેલ્યુમાં 9 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, હવે ટાટાની ( Tata Group ) બ્રાન્ડ વેલ્યુ વધીને $28.6 બિલિયન થઈ ગઈ છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય બ્રાન્ડની ( Indian brand ) કિંમત 30 અબજ ડોલરની નજીક પહોંચી હોય.

 Tata Brand Value: ટાટા પહેલાથી જ તેની મૂલ્યની રીતે ભારતમાં સૌથી મોટી બ્રાન્ડ છે…

ટાટા પહેલાથી જ તેની મૂલ્યની ( Brand value ) રીતે ભારતમાં સૌથી મોટી બ્રાન્ડ છે. તાજેતરના 9 ટકાના વધારાથી ટાટાની સ્થિતિ પ્રથમ સ્થાને વધુ મજબૂત બની છે. ટાટા પછી ઈન્ફોસિસ ભારતીય બજારમાં ( Stock Market ) બીજી સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે IT સેક્ટરમાં મંદી હોવા છતાં, ઇન્ફોસિસની બ્રાન્ડ વેલ્યુ 9 ટકા વધી છે અને તે હવે $14.2 બિલિયન સુધી પહોંચી ગઈ છે.

આ રીતે જોવામાં આવે તો, ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ અને બીજા ક્રમની બ્રાન્ડ વચ્ચેનું અંતર લગભગ હાલ બમણું છે. બીજા નંબરની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ ઈન્ફોસીસના $14.2 બિલિયનના મૂલ્યની સરખામણીમાં, નંબર વન ટાટાની $28.6 બિલિયનની બ્રાન્ડ વેલ્યુ 101.41 ટકા વધુ છે, એટલે કે બમણાથી પણ વધુ છે. HDFC લિમિટેડના વિલીનીકરણ પછી, HDFC બેંક હવે ત્રીજી સૌથી મોટી બ્રાન્ડ બની ગઈ છે, જેની બ્રાન્ડ વેલ્યુ અંદાજિત $10.4 બિલિયન છે.

આ સમાચાર પણ વાંચો :  IND vs ENG Weather: શું T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ વરસાદને કારણે ધોવાઈ જશે? જાણો ભારત-ઈંગ્લેન્ડ મેચ દરમિયાન ગયાનામાં કેવું રહેશે હવામાન

IT સેક્ટરમાં બ્રાન્ડ વેલ્યુના સંદર્ભમાં, ટાટાની TCS બ્રાન્ડ $19.2 બિલિયન સાથે ટોચ પર છે. ગયા વર્ષ દરમિયાન, HCL ટેકની બ્રાન્ડ વેલ્યુ 16 ટકા વધીને $7.6 બિલિયન થઈ ગઈ છે. જ્યારે વિપ્રોની કિંમત 8 ટકા ઘટીને $5.8 બિલિયન અને ટેક મહિન્દ્રાની બ્રાન્ડ વેલ્યુ 10 ટકા ઘટીને $3.1 બિલિયન થઈ હતી.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version