ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર 2021
મંગળવાર.
સેન્સેકસમાં કડાકો બોલાતા રોકાણકારોની કરોડોની સંપત્તિ ધોવાઈ ગઈ છે. પેટીએમના ધબડકા બાદ પણ બજારમાં આગામી સમયમાં અનેક કંપનીઓ પોતાનો IPO લાવવાની તૈયારીમાં છે. દેશની છ અગ્રણીઓ કંપનીઓને બજારમાં પ્રવેશ કરવા માટે SEBIએ મંજૂરી આપી દીધી હોવાનું બજારના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ કંપનીઓમાં મેડપ્લસ હેલ્થ સર્વિસ, રેટગેઈન ટ્રાવેલ ટેક્નોલોજીસ, પુરનીક બિલ્ડર, ફ્યુસન માઈક્રો ફાઈનાન્સ, ટ્રેકઝન ટેક્નોલોજી અને પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસનો સમાવેશ થાય છે.
હૈદરાબાદ સ્થિત મેડપ્લસ હેસ્થ સર્વિસની IPO થકી બજારમાથી 1638.71 કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના છે. રિયલ એસ્ટેટમાં જાણીતી કંપની પુરનાનિક બિલ્ડર 510 કરોડના ફ્રેશ ઈશ્યુ બહાર પાડવાની છે અને 9.45 લાખ સુધીનું સેલ તે પ્રમોટર ગ્રુપ દ્વારા કરવાનો અંદાજ છે. આ રકમ તે પોતાની ડેબ્ટ ચૂકાવવામાં વાપરશે.
કપડાં અને ફૂટવેર પર લગાડવામાં આવેલા 12 ટકા GST હટાવવાની માગણી સાથે દેશભરમાં વેપારીઓ આ તારીખે કરશે ધરણા. જાણો વિગત
ટ્રાવેલ અને હોસ્પિટાલિટીની જાણીતી કંપની રેટગ્રેન ટ્રાવેલ ટેક્નોલોજી IPO થકી 400 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યુ બહાર પાડવાની છે. ટ્રેક્ઝેન ટેક્નોલોજીએ પણ 3.86 કરોડ રૂપિયા સુધીનું સેલ ઓફર કર્યું છે. પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસે પણ IPO બહાર લાવી રહી છે. તો ફ્યુઝન માઈક્રો પણ IPO બહાર લાવી રહી છે અને 600 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યુ બહાર પાડવાની છે.