News Continuous Bureau | Mumbai
IREDA: ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ ( IREDA ) , દેશની સૌથી મોટી પ્યોર-પ્લે ગ્રીન ફાઇનાન્સિંગ એનબીએફસી, નાણાકીય વર્ષ 2023-24માં તેની અત્યાર સુધીની સૌથી વધુ વાર્ષિક લોન મંજૂરીઓ ( Annual loan approvals ) અને વિતરણ હાંસલ કર્યાં છે. નાણાકીય વર્ષ દરમિયાન કંપનીએ રૂ. 37,354 કરોડની લોન મંજૂર કરી છે અને લોન પેટે રૂ. 25,089 કરોડ વિતરિત કર્યાં છે. આનાથી લોન બુકમાં 26.71% ની નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે, જે હવે રૂ. 59,650 કરોડ છે.
31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષ માટેનું વ્યવસાયિક પ્રદર્શન (કામચલાઉ) ઓડિટને આધીન છે, નીચે મુજબ છે:
| 2023-24 પૂરા થયેલા ત્રિમાસિક/વર્ષ માટે વ્યવસાયિક પ્રદર્શન (કામચલાઉ) | ||||||
| (રુ. કરોડમાં) | ||||||
|
વિગત |
સમાપ્ત થતું ચોથું ક્વાર્ટર | 31મી માર્ચે પૂરા થયેલા વર્ષ માટે | વૃદ્ધિ (%) | |||
| 2023-24 | 2022-23 | 2023-24 | 2022-23 | Q4 માટે | વર્ષ પૂર્ણ | |
| લોન મંજૂર | 23,796 | 11,797 | 37,354 | 32,587 | 101.71% | 14.63% |
| લોન વિતરણ | 12,869 | 11,291 | 25,089 | 21,639 | 13.98% | 15.94% |
| 31 માર્ચ 2024 સુધી બાકી લોન |
59,650 |
47,076 |
26.71% |
|||
કંપનીની કામગીરી પર ટિપ્પણી કરતા, IREDAના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રદિપ કુમાર દાસે કહ્યું: “IREDAના નાણાકીય વર્ષ 2023-24 ( FY 2023-24 ) માટે રેકોર્ડ લોન મંજૂરીઓ અને વિતરણો દેશમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્રાંતિ ( Renewable Energy Revolution ) ચલાવવાની અમારી અથાક પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ સિદ્ધિ અમારા હિસ્સેદારો, વ્યાપાર-ભાગીદારો અને રોકાણકારોના અમૂલ્ય સમર્થન વિના શક્ય ન બન્યું હોત. અમે ભારત સરકારના પુનઃપ્રાપ્ય ઉર્જા લક્ષ્યાંકોમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે ખુશ છીએ અને આગામી વર્ષોમાં અમારી અસરને વધુ વિસ્તૃત કરવા માટે ઉત્સુક છીએ.
આ સમાચાર પણ વાંચો : FY 2023-24: નાણાકીય વર્ષ 2023-24માં કાર્ગો મેનેજમેન્ટની દ્રષ્ટિએ આ બંદર ભારતના મુખ્ય બંદરોમાં ટોચ પર..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.