202
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 મે 2020
કોરોના લોકડાઉન વચ્ચે અત્યાર સુધી ચાંદી 1.47 ડોલર પ્રતિ ઔંસના ઉછાળા સાથે આગળ નીકળી ગઈ છે જ્યારે આ જ ગાળામાં સોનું માત્ર 0.13 ડોલર વધ્યું છે. નિષ્ણાતોના કહેવા મુજબ ચાંદીમાં વધુ ઉછાળો આવવાના ત્રણ કારણો છે જે નીચે મુજબ છે:
1) ગોલ્ડ-સિલ્વર રેશિયો, હાલ સોનાની તુલનાએ ચાંદી ખૂબ સસ્તી છે.
2) સોનાની સરખામણીએ ચાંદીમાં મંદીમાં લેવાલ ઓછી રહી છે અને
3) કોરોનાના લોકડાઉન સમાપ્ત થયા બાદ તુરંત જ ઔદ્યોગિક પ્રવૃત્તિઓના એકમોમાં ચાંદીની મોટી માંગ જોવા મળી શકશે. કારણ કે ચાંદીની કુલ વાર્ષિક જથ્થામાંથી 50% ઔદ્યોગિક ક્ષેત્રે વપરાય છે.
આ ઉપરાંત બીજા ત્રિમાસિકમાં ETF ની માંગ પણ અપેક્ષિત છે. આમ બધા પરિબળોને જોતા ચાંદીમાં વધુ તેજી જોવા મળશે એમ નિષ્ણાતોનો મત છે..
You Might Be Interested In