ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 ઓક્ટોબર 2020
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ તાજેતરમાં 55 એન્જિનિયર, વૈજ્ઞાનિક, તકનીકી સહાયક અને અન્ય પોસ્ટ્સની ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર – અમદાવાદ રહેશે.
રુચિ ધરાવતાં અને યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારો એ 15 ઓક્ટોબર, 2020 (સાંજે 5 વાગ્યા સુધી) માં ઓનલાઇન અરજી કરવાની રહેશે.. ઇટરવ્યું બાદ પસંદ થયેલા ઉમેદવારોને રૂ. 2,08,700 (આશરે) નો પગાર ચૂકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એપ્લિકેશન પ્રક્રિયા 14 માર્ચ, 2020 ના રોજ શરૂ થઈ હતી પરંતુ કોવિડ -19 રોગચાળાને કારણે વિલંબ થયો હતો.
હવે 15 ઓકટોબર સુધીમાં નીચે મુજબ તમે એપ્લાય કરી શકો છો..
1) સત્તાવાર એસએસી વેબસાઇટ – sac.gov.in પર લોગ ઇન કરો
2) હોમપેજ પર 'ભરતી' વિભાગ પર ક્લિક કરો, તમારી સ્ક્રીન પર એક નવું પૃષ્ઠ દેખાશે
3) એપ્લાય 'ઓનલાઇન અરજી કરો' પર ક્લિક કરો અને અરજી ફોર્મ ભરો
5) 'સબમિટ કરો' પર ક્લિક કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તમારો એપ્લિકેશન નંબર નોંધીલો..