News Continuous Bureau | Mumbai
Income tax: આવકવેરા રિટર્ન ભરવાની સિઝને જોર પકડ્યું છે. ITR ફાઇલિંગની ( ITR filing ) નવી સિઝન શરૂ થયાને એક મહિનાથી વધુ સમય થયો છે. ડેડલાઈન આડે હજુ લગભગ 3 મહિના બાકી છે. જોકે, કરદાતાઓની સાથે આવકવેરા વિભાગે પણ ગતિ પકડી લીધી છે. આવકવેરા રિટર્ન ફાઇલિંગ પોર્ટલ પર દર્શાવવામાં આવેલા ડેટા અનુસાર, વર્ષ 2024-25 એટલે કે નાણાકીય વર્ષ 2023-24 માટે અત્યાર સુધીમાં 8 લાખથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, આવકવેરા વિભાગે તેમાંથી 60 ટકાથી વધુ રિટર્ન ની પ્રક્રિયા કરી લીધી છે. આ આંકડા 5 મે, 2024 સુધીના છે.
Income Tax : અત્યાર સુધીમાં ઘણા રિટર્ન ફાઈલ થયા છે
ઇન્કમ ટેક્સ ( Income tax Department ) વેબસાઇટ અનુસાર આ સિઝનમાં 5 મે સુધી કુલ 8 લાખ 28 હજાર 743 આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. તેમાંથી 7 લાખ 51 હજાર 646 રિટર્ન કરદાતાઓ દ્વારા ચકાસવામાં આવ્યા છે. આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા પછી, કરદાતાઓએ ( Taxpayers ) તેની ચકાસણી કરવી જરૂરી છે. વણચકાસાયેલ આવકવેરા રિટર્નને અપૂર્ણ ગણવામાં આવે છે અને વિભાગ દ્વારા તેની પ્રક્રિયા કરવામાં આવતી નથી.
Income Tax : આટલા ITRની પ્રક્રિયા થઈ
અત્યાર સુધીમાં ફાઈલ કરાયેલા કુલ આઈટીઆરમાંથી ઇન્કમ ટેક્સ વિભાગે 5 લાખ 10 હજાર 590 રિટર્નની ચકાસણી કરી છે. તેનો અર્થ એ છે કે, અત્યાર સુધી ફાઈલ કરાયેલા તમામ ITR માંથી 61.61 ટકાની ચકાસણી થઈ ગઈ છે. વેરિફાઈડ રિટર્નના કિસ્સામાં પ્રોસેસિંગ નો આંકડો લગભગ 68 ટકા જેટલો આવે છે.
આ સમાચાર પણ વાંચો: Neanderthal Woman: 75 હજાર વર્ષ પહેલા જીવતી મહિલાનો ચહેરો સામે આવ્યો! વૈજ્ઞાનિકોને મોટી સિદ્ધિ હાંસલ કરી..
income tax : રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ કઈ છે
આવકવેરા વિભાગ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા પછી તેની પ્રક્રિયામાં લાગતો સમય ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. ITR જેટલી જલ્દી પ્રોસેસ થાય છે તેટલી જલ્દી કરદાતાઓને આવકવેરા રિફંડ મળે છે. આ વખતે આવકવેરા રિટર્ન ( Income Tax Return ) ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2024 છે. છેલ્લા કેટલાક સમયથી ડેડલાઈન મોકૂફ રાખવાનો ટ્રેન્ડ સદંતર બંધ થઈ ગયો છે. જેના કારણે કરદાતાઓ સમયમર્યાદા નજીક આવતા પહેલા ઝડપથી રિટર્ન ફાઈલ કરી રહ્યા છે.