News Continuous Bureau | Mumbai
ITR Filing: દેશમાં આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ હવે નજીક આવી રહી છે. જુલાઇ માસનો અડધોથી વધુ સમય વીતી ગયો છે. આનો અર્થ એ થયો કે આવકવેરા રિટર્ન ફાઈલ ( Income tax return file ) કરવાની અંતિમ તારીખમાં હવે માંડ બે અઠવાડિયા જ બાકી રહ્યા છે. જો તમે હજુ પણ તમારું રિટર્ન ભર્યું નથી, તો સમયમર્યાદા પસાર થયા પછી, તમારે આ કામ માટે દંડ ચૂકવવો પડશે.
નાણાકીય વર્ષ 2023-24 અથવા આકારણી વર્ષ 2024-25 માટે આવકવેરા ( Income tax ) રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ છે. જેમ જેમ અંતિમ તારીખ નજીક આવી રહી છે તેમ રિટર્ન ( Income tax Return ) ભરવાની ગતિ પણ હવે વધી રહી છે. આવકવેરા વિભાગના ફાઇલિંગ પોર્ટલ પર ટ્રાફિક વધવાને કારણે પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા કરદાતાઓ ( taxpayers ) સોશિયલ મીડિયા પર સતત તેમની ફરિયાદો લખી રહ્યા છે. ઘણા કરદાતાઓ પોર્ટલ ધીમું અને અધવચ્ચે અટવાઈ જવાને કારણે સમયમર્યાદા વધારવાની માંગ પણ કરી રહ્યા છે.
ITR Filing: આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા લંબાવવાની આશા ઓછી જ છે….
જોકે, આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા લંબાવવાની આશા ઓછી જ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે આ મુદ્દે પોતાનું વલણ બદલ્યું છે. અગાઉ આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા દર વર્ષે લંબાવવામાં આવતી હતી. તાજેતરના વર્ષોમાં આ વલણને અંકુશમાં લેવામાં આવ્યું હતું. આ વખતે પણ આવકવેરા વિભાગ ( Income Tax Department ) લોકોને સમયમર્યાદાની રાહ જોયા વિના શક્ય તેટલી વહેલી તકે આઈટીઆર ફાઈલ કરવાની સલાહ આપી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Tata Group: સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે ટાટા ગ્રુપ અને આસામ સરકાર વચ્ચે કરાર, આટલા હજાર નોકરીઓનું સર્જન થશે.. જાણો વિગતે
આવકવેરા ફાઇલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ ડેશબોર્ડ પર, એવું કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ કરદાતાઓએ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 3 કરોડ 10 લાખ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. તેમાંથી 2 કરોડ 90 લાખથી વધુ રિટર્ન કરદાતાઓ દ્વારા ચકાસવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે તેમાંથી 94.53 લાખ રિટર્નની પ્રક્રિયા પણ શરુ કરી દીધી છે.
આવકવેરા રિટર્નના વર્તમાન નિયમો અનુસાર આ વર્ષે 31મી ડિસેમ્બર સુધી રિટર્ન ફાઇલ કરી શકાશે. 31 જુલાઈ 2024 સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું ફ્રી છે. સમયમર્યાદા પછી, કરદાતા પાસે વિલંબિત રિટર્ન ફાઇલ કરવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય છે, પરંતુ તેના માટે કરદાતાએ દંડ ચૂકવવો પડશે. આ દંડ 5 હજાર રૂપિયા સુધીનો હોઈ શકે છે.