News Continuous Bureau | Mumbai
Jammu Kashmir : જમ્મુ-કાશ્મીર ના પુલવામા ( Pulwama ) જિલ્લાની સુંદર ઘાટ માં રહેતી ઈન્શા શબ્બીર ( Insha Shabir ) આજે ઘણી મહિલાઓ માટે સ્વતંત્રતા, મહત્વપૂર્ણ સુધારા અને પરિવર્તનનું ઉદાહરણ બની ગઈ છે. પુલવામાના અરીગામમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલી ઈન્શા એક બિઝનેસ વુમન ( Business Woman ) તરીકે પોતાનું બુટિક ( Boutique ) ચલાવે છે. તે કેન્દ્ર સરકારની દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના લાભાર્થીઓમાંની એક છે. જે ઇન્શા જેવી ઘણી છોકરીઓ અને મહિલાઓને ઉડવા માટે પાંખો આપી રહી છે.
2011માં શરૂ કરવામાં દીનદયાળ અંત્યોદય યોજના
હાલમાં ચાલી રહેલી વિકાસ ભારત સંકલ્પ યાત્રા ( Vikas Bharat Sankalp Yatra ) દરમિયાન મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઈન્શાએ જણાવ્યું કે તેણે દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વિશે વર્ષ 2017માં પ્રથમ વખત સાંભળ્યું હતું. બાદમાં તરત જ તેના માટે નોંધણી કરાવી. મહત્વનું છે કે આ યોજના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા 2011માં શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય ગ્રામીણ ગરીબો માટે કાર્યક્ષમ અને અસરકારક સંસ્થાકીય પ્લેટફોર્મ બનાવવાનો છે, જે તેમને ટકાઉ આજીવિકા વૃદ્ધિ અને નાણાકીય સેવાઓની સુલભતા મારફતે ઘરની આવક વધારવા સક્ષમ બનાવશે.
મિશન સ્કૂલમાં એડમિશન લીધું
પોતાના અનુભવો શેર કરતા ઈન્શા એ કહ્યું કે, તેને નાનપણથી જ કપડાં ડિઝાઇન કરવાનો અને બનાવવાનો શોખ હતો. પરંતુ તેમના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેઓ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ સ્થાનિક ટેલરિંગ સ્કૂલમાં જોડાઈ. આનાથી તેના જીવનમાં ઘણા ફેરફારો આવ્યા અને તે સક્ષમ બની. ટેલરિંગ સ્કૂલમાંથી કોર્સ પૂરો કર્યા પછી, ઇન્શાને સમજાયું કે તે પોતાનું બુટિક ચલાવી શકે છે. તેણે પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે PMEGP ઉમ્મીદ લોન પણ મેળવી હતી. એટલું જ નહીં, તેને DAY-NRLM સ્કીમ હેઠળ નાણાકીય સહાય પણ મળી. કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજનાઓ માટે આભાર, તે આખરે પોતાનું બુટિક શરૂ કરવામાં સફળ રહી.
આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir : રામની અયોધ્યા નગરીને શણગારવામાં આવ્યું ત્રેતાયુગ થીમ પર .. સાથે જાણો શું રહેશે રામલલ્લાનું અભિષેક મુહુર્ત..
શું છે દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજના આજીવિકા મિશન
દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજના ( Deendayal Upadhyaya Antyodaya Yojana ) આજીવિકા મિશન ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2011 માં શરૂ કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબો માટે એક કાર્યક્ષમ અને અસરકારક સંસ્થાકીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી આ લોકો ટકાઉ આજીવિકા સ્ત્રોતો અને નાણાકીય સેવાઓનો લાભ મેળવીને ઘરની આવકમાં વધારો કરી શકે.
ઈન્શાના જણાવ્યા પ્રમાણે, જો તેને આ સ્કીમ હેઠળ સબસિડીવાળી લોન ન મળી હોત તો તે પોતાનો બિઝનેસ શરૂ કરી શકી ન હોત. ઇન્શાએ સરકારની બિઝનેસ સ્કીમ્સની પ્રશંસા કરી જે યુવાનોને મદદ કરી રહી છે અને નવા વિકસિત ભારતનું નિર્માણ કરી રહી છે. તે કહે છે કે હવે માત્ર શ્રીમંત લોકો જ નહીં, પરંતુ ગરીબ પૃષ્ઠભૂમિ અને ગામડાંની વ્યક્તિઓ પણ સફળ વ્યવસાય શરૂ કરી રહી છે. ઈન્શા આ યોજનાઓ માટે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરે છે જેના કારણે તે આજે આર્થિક રીતે સક્ષમ બની છે. હવે ઈન્શા માત્ર એકલી કમાણી નથી કરતી પણ તેના બુટિકમાં અન્ય મહિલાઓને રોજગાર પણ પૂરી પાડી રહી છે. તેનું આ નાનું બુટીક ‘વિકાસ અને આત્મનિર્ભરતા’નો પર્યાય બની ગયું છે.