ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જૂન 2021
ગુરુવાર
ગ્રુપ ટાટાના સંસ્થાપક જમશેદજી ટાટા સદીના સૌથી મોટા દાનવીર બનીને સામે આવ્યા છે. આ સાથે જ જમશેદજી ટાટાએ દાન કરવાની બાબતમાં અમેરિકાના બિલ ગેટ્સ અને વોરન બફેટ જેવા મોટા ઉદ્યોગપતિઓને પાછળ છોડી દીધા છે. હુરૂન રિપૉર્ટ અને એડેલગિવ ફાઉન્ડેશન દ્વારા વિશ્વના ટૉપ ૫૦ દાનવીરોની યાદી બનાવવામાં આવી હતી.
આ સૂચિમાં પહેલા ક્રમે ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ જમશેદજી ટાટાનું નામ અંકિત છે. રિપૉર્ટ અનુસાર સદીમાં જમશેદજી ટાટાએ 102 અબજ અમેરિકન ડૉલરનું દાન આપ્યું હતું. જેને કારણે તે હવે સદીના સૌથી મોટા દાનવીર બની ગયા છે. હુરૂન અધ્યક્ષ અને મુખ્ય શોધકર્તા રૂપર્ટ હુગવેર્ફે મીડિયા સાથે વાતચીતમાં જમશેદજી ટાટાનો ઉલ્લેખ કર્યો હતો.
કોરોના કરડી ગયો : ભારતીયોની બચત આટલા ટકા ઘટી અને દેવું આટલા ટકા વધ્યું
આ ટૉપ ૫૦ દાનવીરની યાદીમાં ભારતના હજી એક ઉદ્યોગપતિ વિપ્રોના અજીમ પ્રેમજીનું પણ નામ સામેલ છે. તેમણે પોતાની ૨૨ અબજ ડૉલરની સંપત્તિ દાનમાં આપી છે. આ યાદીમાં ૩૮ લોકો અમેરિકાના છે, પાંચ બ્રિટનના, ચીનના ત્રણ લોકોનું નામ સામેલ છે. આ દાનવીરોએ કુલ ૮૩૨ અબજ ડૉલરની સંપત્તિ દાન કરી છે.
