News Continuous Bureau | Mumbai
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો નજીકમાં અંત જણાતો નથી. રશિયાએ સીઝ ફાયર નહીં કરવાની જાહેરાતને પગલે વિશ્ર્વમાં ફરી ચિંતાનું વાતાવરણ વ્યાપી ગયુ છે. યુદ્ધ ચાલુ રહેવાની સંભાવના વચ્ચે સોનાના ભાવમાં ફરી જબરદસ્ત ઉછાળ આવવાની સંભાવના વચ્ચે લગ્નસરાની મોસમ અને ગુડી પડવાનો શુભ મુહૂર્ત હોઈ સોનાની ધૂમ ખરીદી થવાની શક્યતા વેપારીઓએ વ્યક્ત કરી છે.
ગયા વર્ષે દિવાળીમાં ધનતેરસના દિવસે લગભગ 50થી 55 ટન સોનાની ખરીદી લોકોએ કરી હતી ત્યાર આ વર્ષે ગુડી પડવાના મુર્હત થી ફરી બજારમાં તેજી આવવાની શક્યતા છે. દેશમાં 14 એપ્રિલથી લગ્નસરાની મોસમ શરૂ થઈ રહી છે. તેથી લોકો ગુડીપડવાના શુભ મુર્હુત થી સોનાની ખરીદી કરવાનું ચાલુ કરે એવી અપેક્ષા ઝવેરીઓ રાખી રહ્યા છે.
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના સ્પોક પર્સન કુમાર જૈને ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થવાની સંભાવના વચ્ચે સોનાના ભાવ પણ ઘટી ગયા હતા. આ દરમિયાન જોકે રશિયાએ યુદ્ધ ચાલુ જ રાખવાની જાહેરાત કરી છે, તેથી સોનાના ભાવમાં ફરી ઉછાળ આવવાની શક્યતા છે. છતાં શનિવારે ગુડી પડવાનો શુભ દિવસ છે. તેથી આ શુભ મુર્હુત ને ધ્યાનમાં રાખીને લોકો સોનાની ખરીદી કરવાનું ચાલુ કરશે એવો અમારો અંદાજો છે.
આ સમાચાર પણ વાંચો :મોંઘવારીનો વધુ એક માર.. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે 19 કિલોના કોમર્શિયલ LPG ગેસના ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો; જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
આ વર્ષે 14 એપ્રિલથી જ જુલાઈ સુધી લગ્નની સિઝન છે. આ દરમિયાન દેશભરમાં 40 લાખ લગ્ન થવાનો અંદાજો છે. તેથી લગ્નના પ્રસંગે લોકો ચિક્કાર ખરીદી કરવા નીકળશે. બે વર્ષ સુધી કોરોનાને પગલે લોકોએ સાદાઈથી લગ્ન કર્યા છે. મધ્યવર્ગે પણ કોરોનાને કારણે આર્થિક રીતે અમુક હદે ભાંગી ગયો હતો. જોકે દેશમાં કોરોના નિયંત્રણમાં આવવાની સાથે જ પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. તેથી સતત બે વર્ષ સુધી સોનાની ખરીદીથી દૂર રહેલા લોકો લગ્ન જેવા શુભ પ્રસંગે ચિક્કાર પ્રમાણમાં સોનુ ખરીદે એવો અમારો અંદાજો હોવાનું પણ કુમાર જૈને જણાવ્યું હતું.
મુંબઈના ઝવેરી બજારમાં પણ ગુડી પડવાના શુભ મુર્હુતના લોકો મોટી સંખ્યામાં સોનાની ખરીદી કરવા નીકળે એવો અંદાજો છે. મુંબઈની ઝવેરી બજારના વેપારીઓના કહેવા મુજબ સોનાની ખરીદી એક પ્રકારનુ ઈન્વેસ્ટમેન્ટ ગણાય છે એ સાથે લગ્નની મોસમની સાથે જ નવા વર્ષના દિવસે સોનાની ખરીદીને લોકો શુભ ગણે છે, તેથી ગુડી પડવાના શુભ દિવસે લોકો સોના-ચાંદીના સિક્કા સહિત દાગીના જેવી ખરીદી કરવા ઉમટશે.
આ સમાચાર પણ વાંચો : વાહન ચાલકોને ઝટકો.. પેટ્રોલ ડીઝલ બાદ હવે કુદરતી ગેસની કિંમતમાં થયો બમણો વધારો, CNG-PNGના ભાવમાં આટલા ટકાનો વધારો થવાની શક્યતા