Site icon

કરવા ચોથના સમગ્ર દેશમાં 3000 કરોડથી વધુનું સોનું વેચાયું- બુલિયન માર્કેટમાં વેચાણમાં સતત ઉછાળો

News Continuous Bureau | Mumbai

ગત વર્ષની સરખામણીમાં ભાવમાં વધારો થયો હોવા છતાં આ વર્ષે કરવા ચોથ(Karwa chauth) પર દેશભરમાં રૂ. 3,000 કરોડથી વધુનું સોનું(gold) વેચાયું છે. ગત વર્ષે કરવા ચોથ પર 2,200 કરોડ રૂપિયાનું સોનું વેચાયું હતું. દેશના નાના જ્વેલર્સના(jewellers) મોટા સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(Confederation of All India Traders) (CAT) અને ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશને(All India Jewelers and Goldsmiths Federation) ગુરુવારે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના (Corona epidemic) કારણે કારવા પર દેશભરના બુલિયન માર્કેટમાં(bullion market) સુસ્તી જોવા મળી હતી. પરંતુ, આ વખતે કોરોનાને લગતા નિયંત્રણો હટાવવા અને તહેવારોની સિઝનમાં(festive season) લોકો વધુ ખર્ચ કરતા હોવાના કારણે બુલિયન માર્કેટમાં ભારે ભીડ જોવા મળી હતી. સોના-ચાંદીના દાગીનાની(Silver jewelry) ઘણી ખરીદી થઈ હતી.

Join Our WhatsApp Community

સોનું રૂ.3,400 મોંઘુ થયું

ગત વર્ષની કરવા ચોથની સરખામણીએ આ વખતે સોનું 3,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. જોકે, ચાંદી 11,000 રૂપિયા પ્રતિ કિલો સસ્તી રહી છે.

દિલ્હીમાં ગુરુવારે 24 કેરેટ સોનું 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. ચાંદી રૂ.59,000 હતી.

દિલ્હી સહિત આ શહેરોમાં ધમધમતા બજારો

CATના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાએ(National President BC Bharatiya) જણાવ્યું હતું કે દિલ્હી ઉપરાંત મુંબઈ, આગરા, કાનપુર, હૈદરાબાદ, નાગપુર, રાયપુર, રાજકોટ, મેરઠ, કોલકાતા, અમૃતસર, જયપુર, ભોપાલ, ઈન્દોર, જમ્મુ, લખનૌ વગેરે શહેરોના બુલિયન બજારો ધમધમી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : મોટી ખુશખબર- દિવાળી પહેલા સસ્તા થશે એલપીજીના સિલિન્ડર- સરકારે બનાવ્યો આ પ્લાન

આ અલંકારોની વધુ છે માંગ 

ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ જણાવ્યું હતું કે આ વખતે બજારમાં ભારેથી હળવી જ્વેલરીનો મોટો સ્ટોક હતો. એક તરફ પરંપરાગત સોના-ચાંદીના દાગીનાના સ્ટોક સાથે નવી ડિઝાઈનની માંગ હતી. ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં હંમેશની જેમ બ્રાઈડલ રિંગ્સ, ચેઈન, બંગડીઓ, મંગળસૂત્રની વધુ માંગ છે.

આવનારા સમયમાં ભાવ વધશે

CAITના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, ધનતેરસ, દિવાળીથી 14 નવેમ્બર સુધી લગ્નની મોસમને કારણે સોના અને ચાંદીના બજારો ધમધમતા રહે છે. પરંતુ, વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજનીતિના કારણે આગામી સમયમાં સોનાના ભાવ વધી શકે છે.

આ સમાચાર પણ વાંચો : પરાઠા રસિકો વધુ પૈસા ખર્ચવા થઇ જાઓ તૈયાર- હવે સરકારે રોટલા પર પણ બે પાંચ ટકા નહીં પણ આટલા ટકા લાદયો જીએસટી 

 

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version