ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
30 જુન 2020
– ગુજરાતમાં ફેબ્રુઆરી 2020માં ટેલિકોમ ઉદ્યોગે 6.87 લાખ ગ્રાહકો ગુમાવ્યા, ગુજરાતમાં કુલ ગ્રાહકોની સંખ્યા 6.72 કરોડે પહોંચી
અમદાવાદઃ
કોવિડ મહામારીના પગલે લોકડાઉન આવ્યું તેના એક મહિના અગાઉથી જ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીને મંદીની અસર અનુભવાતી હતી. ગુજરાતમાં આ ઇન્ડસ્ટ્રીના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જારી છે, પરંતુ જિયો અને BSNLએ ફેબ્રુઆરી 2020માં પણ તેના ગ્રાહકોમાં વધારો નોંધાવ્યો હતો.
સોમવારે ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)એ 29 ફેબ્રુઆરી, 2020 સુધીના મોબાઇલ ગ્રાહકોના આંકડા અંગે એક રિપોર્ટ જારી કર્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઉપરોક્ત સમયગાળામાં જિયોએ 2.92 લાખ ગ્રાહકોનો અને BSNLએ 13,000 ગ્રાહકોનો વધારો નોંધાવ્યો છે. આ વધારા સાથે જિયોના કુલ 2.36 કરોડ ગ્રાહકો થયા છે અને BSNLના 61.11 લાખ ગ્રાહકો છે.
જાન્યુઆરી 2020માં ગુજરાતમાં કુલ મોબાઇલ ગ્રાહકોની 6.79 કરોડની સંખ્યામાં ફેબ્રુઆરી 2020 સુધીમાં 6.87 લાખ ગ્રાહકોનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડામાં સૌથી વધુ 9.84 લાખ ગ્રાહકો વોડાફોન આઇડિયાએ અને એ પછી 9000 ગ્રાહકો એરટેલે ગુમાવ્યા છે.
ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીમાં ગ્રાહકોના ઘટાડા બાદ પણ વોડાફોન આઇડિયા 2.63 કરોડ ગ્રાહકો સાથે કસ્ટમર માર્કેટ શેરની દૃષ્ટિએ લીડર છે. જ્યારે ગ્રાહકોના ઘટાડા બાદ એરટેલ પાસે 1.10 કરોડ ગ્રાહકો છે.
ફેબ્રુઆરીની સ્થિતિએ ગુજરાતમાં કુલ 6.72 કરોડ મોબાઇલ ગ્રાહકો છે, જેમાં વોડાફોન આઇડિયાનો કસ્ટમર માર્કેટ શેર 39.23 ટકા છે. ગુજરાતમાં બીજા નંબરે સૌથી વધુ ગ્રાહકો ધરાવતાં જિયોનો કસ્ટમર માર્કેટ શેર 35.22 ટકા છે. એ પછી 16.45 ટકા સાથે એરટેલ અને 9.09 ટકા BSNLનો નંબર આવે છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 116.05 કરોડ મોબાઇલ ગ્રાહકો છે. જ્યારે આ સંખ્યામાં ઉમેરાયેલા નવા ગ્રાહકોની સંખ્યા 41.46 લાખ છે. ઉપરોક્ત સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં જિયોના 62.57 લાખ ગ્રાહકો વધ્યા હતા, એ પછી એરટેલે 9.22 લાખ અને BSNLએ 4.39 લાખ ગ્રાહકો ઉમેર્યા હતા. વોડાફોન આઇડિયાએ સમગ્ર દેશમાં કુલ 34.67 લાખ ગ્રાહકોનો જંગી ઘટાડો નોંધાવ્યો છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com