Site icon

લોકડાઉનના બીજા મહિનામાં ગુજરાતમાં જિયો, BSNL ના ગ્રાહકો વધ્યા

– જોકે, મે 2020માં ટેલિકોમ ઉદ્યોગે ગુજરાતમાં 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

Join Our WhatsApp Community

અમદાવાદ 

27 ઓગસ્ટ 2020

કોવિડ 19 મહામારીના કારણે થયેલા લોકડાઉનમાં મે 2020ના અંત સુધીમાં ગુજરાતમાં ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા હતા. ધ ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ બુધવારે મે 2020ના મોબાઇલ સબસ્ક્રિપ્શનના આંકડાનો અહેવાલ જારી કર્યો હતો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં માત્ર જિયો અને BSNLએ ગ્રાહકોમાં વધારો નોંધાવ્યો હતો, જેમાં જિયોના 1.27 લાખ અને BSNLના 1547 ગ્રાહકોના વધારાનો સમાવેશ થાય છે. 

લોકડાઉન દરમિયાન એવું અનુભવાયું હતું કે રોટી, કપડા અને મકાન ઉપરાંત ડેટા પણ પાયાની જરૂરિયાત બની ગયો છે. તેમ છતાં એપ્રિલ 2020માં ગુજરાતમાં 6.68 કરોડ ગ્રાહકો ધરાવતાં ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા હતા અને મે 2020માં કુલ ગ્રાહકોની સંખ્યા 6.61 કરોડ રહી હતી. 

એવું માનવામાં આવી રહ્યું છે કે, મોબાઇલ વપરાશકર્તાઓએ ખર્ચો બચાવવા માટે એકથી વધુ સીમ કાર્ડનો ઉપયોગ બંધ કર્યો હતો. અગાઉ કોલ્સ અને ડેટા પોસાય તેવા રહે તે માટે મોબાઇલ વપરાશકર્તાઓમાં એકથી વધુ સીમ કાર્ડ રાખવાનો ટ્રેન્ડ જોવા મળતો હતો. ખર્ચો ઘટાડવા માટે હવે મોબાઇલ ધારકો વધારાનું સીમ કાર્ડ કે મોબાઇલ નંબર રાખવાનું ટાળી રહ્યા છે. 

પોસાય તેવો હાઇ-સ્પીડ ડેટા પૂરો પાડવા માટે જાણીતા જિયોએ મે 2020ના મહિનામાં 1.27 લાખ ગ્રાહકોનો વધારો નોંધાવતાં ગુજરાતમાં તેના કુલ ગ્રાહકોની સંખ્યા 2.39 કરોડે પહોંચી છે, જે એપ્રિલ 2020માં 2.38 કરોડ હતી. એ જ રીતે સરકારી માલિકીની કંપની BSNLએ 1547 ગ્રાહકોનો વધારો નોંધાવતાં એપ્રિલ 2020ની સ્થિતિએ તેના કુલ ગ્રાહકોની સંખ્યા એપ્રિલ 2020માં 61.04 લાખ હતી તે મે 2020માં 61.05 થઈ છે. 

ટ્રાઇના અહેવાલ અનુસાર, ગુજરાતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઇડિયાએ મે મહિનામાં વધુ એકવાર નેગેટિવ ગ્રોથ નોંધાવ્યો છે. મે 2020 સુધીમાં તેના ગ્રાહકોની સંખ્યામાં ચાર લાખનો ઘટાડો થતાં એપ્રિલ 2020ની સ્થિતિએ 2.65 કરોડ ગ્રાહકોની સંખ્યા ઘટીને 2.61 કરોડ થઈ છે. જ્યારે એરટેલે પણ 3.60 લાખ ગ્રાહકો ગુમાવતાં એપ્રિલ 2020માં તેના ગ્રાહકોની સંખ્યા 1.03 કરોડ હતી જે ઘટીને મે 2020માં 99.50 લાખ થઈ છે.

રાષ્ટ્રીય સ્તરે ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા ઘટીને મે મહિનામાં 116.36 કરોડ થઈ હતી, પરંતુ સર્વિસ પ્રોવાઇડર્સે પાછલા મહિનાની સરખામણીએ મે મહિનામાં ઓછો ઘટાડો નોંધાવ્યો હતો જે 57.6 લાખ ગ્રાહકોનો રહ્યો હતો.

એપ્રિલ મહિનામાં ટેલિકોમ સબસ્ક્રાઇબર્સનો ઘટાડો 85.3 લાખનો હતો જ્યારે આખો દેશ સંપૂર્ણ લોકડાઉનમાં હતો અને કુલ ગ્રાહકોની સંખ્યા 116.94 કરોડ હતી. ગ્રાહકોમાં સૌથી મોટો ઘટાડો મોબાઇલ ટેલિફોની સેગમેન્ટમાં નોંધાયો હતો જેમાં મે મહિનામાં ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ સૌથી વધુ 47 લાખ મોબાઇલ ગ્રાહકો ગુમાવ્યા હતા. એરટેલ અને વોડાફોન આઇડિયાના કુલ વાયરલેસ ગ્રાહકોની સંખ્યા અનુક્રમે 31.7 કરોડ અને 30.9 કરોડ છે.

આ સમયગાળા દરમિયાન જિયોએ તેના ગ્રાહકોમાં 36 લાખનો વધારો નોંધાવતાં તેના કુલ ગ્રાહકોની સંખ્યા દેશમાં સૌથી વધુ 39.2 કરોડે પહોંચી છે. સરકારી ટેલિકોમ કંપની BSNLએ બે લાખ નવા મોબાઇલ વપરાશકર્તાઓ ઉમેરતાં તેના ગ્રાહકોની સંખ્યા 11.9 કરોડે પહોંચી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

IndiGo New Year Sale: હવે બાળકો સાથે ઉડવું થયું સાવ સસ્તું! IndiGo એ ₹1 માં ટિકિટ આપી મચાવ્યો ખળભળાટ; જાણો કોને અને કેવી રીતે મળશે આ લિમિટેડ ઓફર
Reliance Q3 Results: મુકેશ અંબાણીની નેટવર્થમાં ભારે ઘટાડો, $100 Billion ના ક્લબમાંથી થયા બહાર; જાણો રિલાયન્સના રિઝલ્ટ પહેલા કેમ ગભરાયા રોકાણકારો
Gold Silver Price: રોકાણકારો માલામાલ, મધ્યમવર્ગ પરેશાન! ચાંદીમાં 14,000નો તોતિંગ ઉછાળો, સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે આ તેજી પાછળનું કારણ
Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: મકર સંક્રાંતિ પહેલા કિંમતોમાં કડાકો, છતાં ભાવ આકાશે; જાણો આજના લેટેસ્ટ રેટ.
Exit mobile version