ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
15 ડિસેમ્બર 2020
કહેવત છે કે 'બે ની લડાઈમાં ત્રીજો ફાવે'. એવી જ લડાઈ હાલ ટેલિકોમ કંપનીઓ વચ્ચે ચાલી રહી છે. એક સમાચાર મુજબ, કૃષિ ક્ષેત્રને લગતા ત્રણ નવા વિવાદાસ્પદ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડુતોનું આંદોલન, ટેલિકોમ કંપનીઓના મુકાબલામાં બદલાઈ રહ્યું છે.
એક અખબારમાં એવો અહેવાલ મુજબ "રિલાયન્સ જિઓએ ટેલિકોમ રેગ્યુલેટર પર દખલ કરવાનો આરોપ લગાવ્યો છે, જેમાં પ્રતિસ્પર્ધી કંપનીઓ – ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા, જિયોના વપરાશકર્તાઓને કિસાન આંદોલન ને સમર્થન આપવાની આડમાં તેમના નેટવર્કથી જોડાવા માટે લાલચ આપી રહયાં છે.
સમાચારમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નવા કૃષિ કાયદા સામે સતત વિરોધ વચ્ચે, ખેડૂતોએ જિઓના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જેની અવળી અસર જીઓના ગ્રાહકોની સંખ્યા પર પડી શકે છે.
ભારતના ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી, ટ્રાઇને લખેલા પત્રમાં, જિઓએ કહ્યું છે કે "ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા બંને કંપનીઓ હાલના ખેડૂત આંદોલનને વટાવી ખાવા માટે 'અનૈતિક' અને 'વિરોધી સ્પર્ધાત્મક' ચાલ ચાલી મોબાઇલ નંબર પોર્ટેબીલીટી અભિયાન ચલાવી રહી છે."
જિઓએ તેના પત્રમાં કહ્યું છે કે, "એરટેલ અને વોડાફોન આઈડિયા તેમના કર્મચારીઓ, એજન્ટો અને રિટેલરો દ્વારા 'લાલચ આપીને' 'ફૂટ પાડો' અભિયાનન ચલાવી રહ્યા છે."
આમ હવે કિસાન આંદોલનની આડમાં ટેલિકોમ કંપનીઓ ખેડૂતોના સમર્થક ગણાવી પોતાના ગ્રાહકોની સંખ્યા વધારવા કરી રહયાં છે.