News Continuous Bureau | Mumbai
Jio Financial Stock: રિલાયન્સ ગ્રુપની ફિનટેક કંપની જિયો ફાઇનાન્શિયલનો શેર ( Share ) સોમવારના ટ્રેડિંગ સેશનમાં રોકેટ બન્યો હતો. Jio Finના શેરમાં 15 ટકાથી વધુના ઉછાળા સાથે રૂ. 295 પર પહોંચી ગયો છે. શેર ( Share Market ) સવારે 256.35 રૂપિયા પર ખુલ્યો હતો. પરંતુ જેવા સમાચાર આવ્યા કે Jio Financial Paytm નો વોલેટ બિઝનેસ ખરીદી શકે છે. આ સમાચાર આવ્યા બાદ શેરમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. હાલમાં શેર 16 ટકાના વધારા સાથે રૂ. 294 પર ટ્રેડ કરી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, Paytmની પેરન્ટ કંપની One 97 Communications તેના વોલેટ બિઝનેસને વેચવા માટે દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની Jio Financial સાથે વાતચીત કરી રહી છે. કંપની ગયા વર્ષે નવેમ્બર 2023 થી Jio Fin સાથે વાતચીત કરી રહી છે. એવી શક્યતા છે કે Jio Financial Paytm પેમેન્ટ્સ બેંક ખરીદી શકે છે.
જીયો ફિનટેકનો સ્ટોક તેની ઐતિહાસિક ટોચે રૂ. 295 પર પહોંચી ગયો છે
ઉલ્લેખનીય છે કે, RBIએ Paytm બેંકને નવા ગ્રાહકોને ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યા બાદ Paytm સંકટનો સામનો કરી રહ્યું છે. નિયમનકાર સંભવિત નિયમો અને કાયદાના ઉલ્લંઘનને કારણે Paytmનું બેંકિંગ લાયસન્સ રદ કરવાનું પણ વિચારી રહ્યું હોવાનું કહેવાય છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ પ્લેટફોર્મનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે કરવામાં આવી રહ્યો છે. જો કે, Paytm એ એવા અહેવાલોને નકારી કાઢ્યા છે. RBIના આદેશ બાદ Paytmના શેર માત્ર 3 દિવસમાં 42 ટકાથી વધુ તૂટ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Mark Zuckerberg: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના સ્થાપક માર્ક ઝકરબર્ગનું ગમે ત્યારે મૃત્યું થઈ શકે છેઃ અહેવાલ.. જાણો મેટા કંપનીએ કેમ કરી આવી ભવિષ્યવાણી..
પરંતુ હવે Jio Financial ના Paytm ના બેલઆઉટના આ સમાચારને કારણે, રોકાણકારોએ Jio Financial ના શેર વધુ ખરીદી રહ્યા છે. જેના કારણે આ શેર અગાઉના તમામ ઉચ્ચ સ્તરોને તોડતા, સ્ટોક તેની ઐતિહાસિક ટોચે રૂ. 295 પર પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં રૂ. 300ને પાર કરી શકે છે. સ્ટોકમાં આ ઉછાળા સાથે જિયો ફાઇનાન્શિયલનું માર્કેટ કેપ 1.87 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જોકે, Jio Financial તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. એવું પણ માનવામાં આવે છે કે HDFC બેંક પણ Paytmના વોલેટ બિઝનેસને હસ્તગત કરવાની રેસમાં સામેલ છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)