ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર, 2021
મંગળવાર
મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની જીઓને સપ્ટેમ્બરમાં ઝટકો લાગ્યો છે.
ટ્રાઈએ તાજેતરમાં જાહેર કરેલા આંકડા પ્રમાણે જિઓ અને વોડાફોન આઈડિયાએ અનુક્રમે 1.9 કરોડ અને 10.77 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. તો ભારતી એરટેલે સપ્ટેમ્બરમાં 2.74 લાખ મોબાઈલ સબસ્ક્રાઈબર ઉમેર્યા છે
આ સાથે જિઓના ગ્રાહકોની સંખ્યા હવે 42.48 કરોડ રુપિયા થઈ છે અને વોડાફોન આઈડિયાના ગ્રાહકોની સંખ્યા 26.99 કરોડ થઈ છે.
એરટેલના ગ્રાહકોની સખ્યા વધીને 35.44 કરોડ થઈ છે. જે ઓગસ્ટ મહિનામાં 35.41 કરોડ હતી.
ઉલ્લેખનીય છે કે ટેલિકોમ ઓપરેટર કંપનીઓએ પોતાના મોબાઈલ જોડાણ માટેના ચાર્જ પણ વધારવા માંડ્યા છે.