Jio Recharge Plans :Rs 500થી ઓછી કિંમતમાં જિયો ( Jio ) લાવ્યું છે ધમાકેદાર રિચાર્જ પ્લાન, જાણો ફાયદા

Jio Recharge Plans :જિયો (Jio) યુઝર્સ માટે ખાસ સમાચાર, ઓછા ખર્ચે વધુ ડેટા અને OTT સબ્સ્ક્રિપ્શન સાથે અનલિમિટેડ કોલિંગ

by kalpana Verat
Jio Recharge Plans Jio's budget recharge plans under Rs 500 – Know the benefits

News Continuous Bureau | Mumbai

Jio Recharge Plans :જો તમે Jio (જિયો) યૂઝર છો અને ઓછા બજેટમાં શ્રેષ્ઠ રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. Jio ₹500થી ઓછી કિંમતમાં અનેક પ્રીપેડ પ્લાન્સ ઓફર કરે છે, જેમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 2 GB ડેટા અને OTT પ્લેટફોર્મ્સના ફ્રી સબ્સ્ક્રિપ્શન મળે છે.

Recharge (રિચાર્જ) પ્લાન @₹198 – સૌથી સસ્તો વિકલ્પ

₹198ના પ્લાનમાં Jio યૂઝર્સને દરરોજ 2 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 ફ્રી SMS મળે છે. સાથે જ Jio TV અને Jio Cloudનો ફ્રી ઍક્સેસ પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી 14 દિવસ છે.

Jio Recharge Plans :Subscription (સબ્સ્ક્રિપ્શન) સાથે ₹349 પ્લાન

₹349ના પ્લાનમાં 28 દિવસ માટે દરરોજ 2 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ, 100 SMS અને Jio Hotstarનું 90 દિવસ માટે ફ્રી સબ્સ્ક્રિપ્શન મળે છે. સાથે જ Jio TV અને Jio Cloud ઍક્સેસ પણ ઉપલબ્ધ છે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Ahmedabad Visit: અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ગ્રાઉન્ડ લેવલ પર પહોંચ્યા PM મોદી, એક બાદ એક તમામ ઇજાગ્રસ્ત લોકોની લીધી મુલાકાત, જુઓ વિડિયો

Jio Recharge Plans : OTT (ઓટીટી) પ્લેટફોર્મ્સ સાથે ₹445 પ્લાન

₹445ના પ્લાનમાં પણ 28 દિવસ માટે દરરોજ 2 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મળે છે. ખાસ વાત એ છે કે આ પ્લાનમાં SonyLIV, Zee5, Discovery+, Sun NXT, Chaupal અને Hoichoi જેવા અનેક OTT પ્લેટફોર્મ્સનો ફ્રી ઍક્સેસ મળે છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More