Site icon

જિયોના ક્રિકેટ પ્લાનમાં ડેટા, વોઇસ, ટેક્સ્ટ સાથે ડિઝની+હોટસ્ટાર VIP

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

15 સપ્ટેમ્બર 2020 

આ વિકેન્ડથી આઇપીએલ શરૂ થઈ રહી છે ત્યારે જિયોએ વિવિધ ટેરિફ પ્લાન્સની જાહેરાત કરી છે. જિયો ક્રિકેટ પ્લાન્સ અંતર્ગત રૂ. 399ની કિંમતમાં ડેટા, વોઇસ અને એક વર્ષનું ડિઝની+ હોટસ્ટાર VIPનું સબસ્ક્રિપ્શન મળશે. જે ક્રિકેટ ફેન્સ આ પ્લાન લેશે તેમને ડિઝની+ હોટસ્ટાર એપ પર Dream11 IPL મેચ પણ નિઃશુલ્ક નિહાળવા મળશે.

જિયો ક્રિકેટ પ્લાન્સ અંતર્ગત પ્રિપેઇડ પ્લાન્સમાં એક મહિનો, બે મહિના, ત્રણ મહિના અને એક વર્ષની વેલિડિટી ઓફર કરવામાં આવી છે. દરેક પ્લાન ડિઝની+ હોટસ્ટાર VIPનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન ઓફર કરે છે. એ ઉપરાંત સ્પેશિયલ ડેટા એડ-ઓન પેક્સ પણ ઓફર કરવામાં આવી રહ્યું છે.

રૂ. 401માં 28 દિવસની વેલિડિટી સાથે પ્રતિ દિવસ ત્રણ જીબી ડેટા અને અનલિમિટેડ વોઇસ મળશે. રૂ.598ના પ્લાનમાં પ્રતિ દિવસ બે જીબી ડેટા સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ 56 દિવસ માટે મળશે. રૂ. 777ના પ્લાનમાં 1.5 જીબી ડેટા પ્રતિ દિવસ સાથે 84 દિવસની વેલિડિટી અને એ પણ અનલિમિટેડ વોઇસ સાથે મળશે. જ્યારે રૂ. 2599ના વાર્ષિક પ્લાનમાં પ્રતિ દિવસ 2 જીબી ડેટા સાથે અનલિમિટેડ વોઇસ મળશે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની રહેશે.

જ્યારે રૂ. 499ના એડ-ઓન પેકમાં પ્રતિ દિવસ 1.5 જીબી ડેટા સાથે રૂ.399ની કિંમતનું ડિઝની+ હોટસ્ટાર VIPનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન મળશે. આ એડ-ઓન પેકની વેલિડિટી 56 દિવસની રહેશે.

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version