લોકડાઉનના ગાળામાં પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થયો જંગી નફો…જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

31 જુલાઈ 2020

જૂન 30, 2020ના રોજ પૂરાં થયેલા ત્રિમાસિક ગાળાના સંકલિત પરિણામો

ભારતનો સૌથી મોટો રાઇટ્સ ઇશ્યુ સફળતાપૂર્વક પારઃ 1.59 ગણું ભરણું છલકાયું

રાઇટ્સ ઇશ્યુ, જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ અને જિયો-બી.પી. ભાગીદારીથી રૂ. 2,12,809 કરોડનું ભંડોળ મેળવ્યું

મૂડી એકત્રીકરણ ભારતના મૂડી બજારના ઇતિહાસમાં અભૂતપૂર્વ ઘટના

રિલાયન્સ જિયોની રૂ. 7,281 કરોડની વિક્રમજનક વ્યાજ, ઘસારા અને કરવેરા પહેલાંની આવક (EBITDA)

રિલાયન્સ રિટેલે 200 કરતાં વધારે શહેરોમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ જિયોમાર્ટ લોન્ચ કર્યું

લોકડાઉન દરમિયાન રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ વ્યવસાયોએ 90 ટકા ક્ષમતાએ પરિચાલન કર્યું.. 

મુખ્ય બાબતોઃ

  • કંપનીએ ભારતના સૌથી મોટા – છેલ્લાં દસ વર્ષમાં વિશ્વના સૌથી મોટા બિન-નાણાંકીય સંસ્થા દ્વારા લાવવામાં આવેલા – રૂ. 53,124 કરોડના રાઇટ્સ ઇશ્યુને (1.59 ગણાં ભરણાં સાથે) સફળતાપૂર્વક પૂર્ણ કર્યો.

  • જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ – રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સહયોગી કંપની, દ્વારા માત્ર ત્રણ મહિનામાં ફેસબૂક, ગૂગલ, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કે.કે.આર., માબાદલા, એ.ડી.આઇ.એ., ટી.પી.જી., એલ. કેટર્ટન, પી.આઇ.એફ., ઇન્ટેલ કેપિટલ અને ક્વૉલકોમ વેન્ચર્સ સહિતના અગ્રણી વૈશ્વીક રોકાણકારો પાસેથી રૂ. 1,52,056 કરોડનું ભંડોળ મેળવ્યું.

  • બી.પી.એ કંપનીના ફ્યુઅલ રિટેલિંગ વ્યવસાયમાં 49 ટકા હિસ્સો ખરીદવા માટે રૂ. 7,629 કરોડનું રોકાણ કર્યું

  • કોરોના વાયરસ રોગચાળા દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશને અગ્રેસર ભૂમિકા નિભાવતા વિશ્વના સૌથી મોટી ભોજન પૂરું પાડતા કાર્યક્રમ મિશન અન્ન સેવાના પ્રારંભ, દૈનિક એક લાખ પી.પી.ઇ. અને માસ્કનું ઉત્પાદન, બી.એમ.સી. સાથે મળીને મુંબઈમાં ભારતની સૌથી પહેલી કોવિડ-19 હોસ્પીટલનો પ્રારંભ કર્યો અને રાહત ફાળામાં રૂ. 556 કરોડનું દાન આપ્યું.

ત્રિમાસિકગાળાની મુખ્ય કામગીરી (સંકલિત)

  • ત્રિમાસિક ગાળાની આવક રૂ. 100,929 કરોડ હતી

  • ત્રિમાસિક ગાળામાં ઇબીઆઇટીડીએ(EBITDA) રૂ. 21,585 કરોડ હતું

  • કોવિડને કારણે લોકડાઉન થવા છતાં ત્રિમાસિક ગાળામાં અપવાદરૂપ ચીજો સહિતનો ચોખ્ખો નફો 30.6% Y-o-Y રૂ. 13,248 કરોડ પર હતો

  • રોકડ નફો પણ 16.7% Y-o-Y રૂ. 18,893 કરોડ હતો

  • ત્રિમાસિક ગાળામાં અપવાદરૂપ વસ્તુઓ સહિત ઇપીએસ(EPS) શેર દીઠ 20.7 હતો, 22.1% Y-o-Y વધ્યો 

 

સ્વતંત્ર રીતે ત્રિમાસિકગાળાની કામગીરી

  • લોકડાઉન દરમિયાન રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ વ્યવસાય 90%થી વધુ ક્ષમતાથી પરિચાલિત થયો

  • ત્રિમાસિક ગાળાની આવક રૂ. 52,263 કરોડ હતી

  • ત્રિમાસિક ગાળામાં ઇબીઆઇટીડીએ(EBITDA) રૂ. 11,339 કરોડ હતું

  • ત્રિમાસિક ગાળામાં અપવાદરૂપ વસ્તુઓ સહિતનો ચોખ્ખો નફો રૂ. 9,753 કરોડ હતો, 7.9% Y-o-Y વૃદ્ધિ

  • ત્રિમાસિક ગાળામાં રોકડ નફો રૂ. 10,350 કરોડ હતો

  • ત્રિમાસિક ગાળાની નિકાસ રૂ. 32,681 કરોડ હતી

રિલાયન્સ જિયો લિમિટેડનાં સ્વતંત્ર પરિણામો 

  • ત્રિમાસિકગાળા દરમિયાન એક્સેસ રેવન્યુ સહિતની આવક રૂ. 19,513 કરોડ

  • ત્રિમાસિક ગાળાનો EBITDA વાર્ષિક 55.4 ટકાની વૃધ્ધિ સાથે રૂ. 7,281 કરોડ

  • ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 183 ટકાની વૃધ્ધિ સાથે રૂ. 2,520 કરોડ

  • કુલ ગ્રાહકોની સંખ્યા જૂન 30, 2020ની સ્થિતિએ 398.3 મિલિયન

  • ત્રિમાસિક ગાળામાં ગ્રાહક દીઠ એ.આર.પી.યુ. રૂ. 140.3

  • ત્રિમાસિક ગાળામાં કુલ વાયરલેસ ડેટા ટ્રાફિક 1,420 કરોડ જી.બી. (વાર્ષિક ધોરણે 30.2 ટકાની વૃધ્ધિ)         

રિલાયન્સ રિટેલની મુખ્ય કામગીરી (સંકલિત)

  • ત્રિમાસિક ગાળાની આવક રૂ. 31,633 કરોડ હતી

  • ત્રિમાસિક ગાળામાં ઇબીઆઇટીડીએ(EBITDA) રૂ. 1,083 કરોડ હતું 

  • લાંબા સમય સુધી સંપૂર્ણ લોકડાઉન અને ફક્ત આવશ્યક સેવાઓ કાર્યરત હોવા છતાં ક્વાર્ટરમાં ચોખ્ખો નફો રૂ. 431 કરોડ હતો.  

  • ત્રિમાસિક ગાળામાં રોકડ નફો રૂ. 793 કરોડ હતો.

  • 11,806 ઓપરેશનલ ફિઝિકલ સ્ટોર્સ

પરિણામો પર ટિપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “કોવિડ-19 રોગચાળાના સમયમાં રિલાયન્સ પરિવારે દર્શાવેલા ઉદાહરણરૂપ પ્રતિબધ્ધતા અને સંવેદનાથી હું ખૂબ જ વિનમ્ર અને પ્રેરિત થયો છું.

વૈશ્વિક લોકડાઉનના કારણે માગમાં આવેલા તીવ્ર ઘટાડાથી અમારા હાઇડ્રોકાર્બન વ્યવસાય પર વિપરીત અસર પડી પરંતુ અમારા પરિચાલનની લવચિકતાએ અમને લગભગ સામાન્ય સ્તરે પરિચાલન માટે અને ઉદ્યોગજગતના અગ્રેસર તરીકે પરિણામો આપવા સક્ષમ બનાવ્યાં છે. લોકડાઉન દરમિયાન લાખો લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ મેળતી રહે તે સુનિશ્ચિત કરવા માટે અમારી રિટેલ અને જિયોની ટીમોએ અથાક પરિશ્રમ કરતાં અમારાં ગ્રાહક-લક્ષી વ્યવસાયો વ્યક્તિઓ અને વ્યવસાયો માટે જીવાદોરી બની રહ્યાં.

આ ત્રિમાસિક ગાળામાં અમે ભારતીય કોર્પોરેટ ઇતિહાસની સૌથી મોટું ભંડોળ ઊભું કરવાની પ્રક્રિયા પૂરી કરી. અમારા રાઇટ્સ ઇશ્યુને સહયોગ આપવા બદલ લાખો વ્યક્તિગત રોકાણકારોનો હું આભાર માનું છું અને રિલાયન્સની વૃધ્ધિના રોમાંચક નવા તબક્કામાં અમારા નવા ભાગીદારોને આવકારું છું.”

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More