ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
25 જુલાઈ 2020
રિલાયન્સ રિટેલના બીટા ઓનલાઇન કન્ઝ્યુમર ગ્રોસરી પ્લેટફોર્મ જિયોમાર્ટની એપ હવે ગૂગલ પ્લે સ્ટોર અને iOS એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. એપ લોન્ચ થયાના ગણતરીના દિવસોમાં જિયોમાર્ટ એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી 10 લાખથી પણ વધુ યુઝર્સે ડાઉનલોડ કર્યાનું નોંધાયું છે. આમ શોપિંગ કેટેગરીમાં જિયોમાર્ટ ટોચની ત્રણ એપ્સમાં સ્થાન પામી ચૂકી છે. એપ એની મુજબ એપલ એપ સ્ટોરમાં તે બીજો રેન્ક ધરાવે છે અને ગૂગલ પ્લે સ્ટોરની શોપિંગ કેટેગરીમાં તે ત્રીજા સ્થાને છે.
આ ઉપરાંત જિયોમાર્ટ તેના ગ્રાહકોને ચૂકવણી માટે વિવિધ વિકલ્પો આપી રહ્યું છે. નેટ બેન્કિંગ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્ઝ, આરવન લોયલ્ટી પોઇન્ટ્સ, કેશ ઓન ડિલિવિરી વગેરે સાથે તાજેતરમાં જ સોડેક્સો મિલ કૂપનનો વિકલ્પ પણ શરૂ કરવામાં આવ્યો છે. હમણાં જ કેશબેક ઓફર સાથે ક્રેડિટ કાર્ડ અને વોલેટ્સના વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીધામ, નવસારી, જુનાગઢ, વાપી, જામનગર, હિંમત નગર, ભુજ, આણંદ, નડિયાદ, ભરૂચ, ગાંધીનગર, ભાવનગર અને અન્ય શહેરો મળી 15થી વધુ શહેરોમાં જિયોમાર્ટની સેવાઓ ઉપલબ્ધ છે. ગ્રાહકો સરળતાથી ખરીદીનો અનુભવ લઈ શકે તે માટે એપને તૈયાર કરવામાં આવી છે.
અત્યારે જિયોમાર્ટ પર સમગ્ર દેશમાંથી રોજના 2.5 લાખ ઓર્ડર પ્રાપ્ત થાય છે અને આ આંકડો દરરોજ વધી રહ્યો છે. માર્ચના અંતભાગમાં jiomart.comનું બીટા વર્ઝન દેશના 200 શહેરો અને ટાઉન્સ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં જિયોમાર્ટ પ્લેટફોર્મની ઉપલબ્ધતા ડિજિટલ શોપિંગની પદ્ધતિને મુક્તબજારની પરિભાષામાં પરિવર્તિત કરી રહ્યું છે. તેમાં ટાયર ટુ અને ટાયર થ્રી કક્ષાના સંખ્યાબંધ ટાઉન્સમાં ઓનલાઇન ઓર્ડરિંગ સેવા ઉપલબ્ધ કરાવી રહ્યું છે. જ્યાં ગ્રાહકો પહેલીવાર ગ્રોસરી, ફળફળાદી, શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ ઓનલાઇન ખરીદી રહ્યા છે અને ઘરેબેઠા ડિલિવરી મેળવવાનો અનુભવ મેળવી રહ્યા છે.
જે ગ્રાહકો એપ અને પોર્ટલ પર એમ બંને પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે તેવા લોકો પણ પોતાના લોગ ઇન આઇડીનો ઉપયોગ કરીને પોતાના પાછલા ઓર્ડર્સ અને કાર્ટ આઇટમ્સને જોઈ શકે છે. જિયોમાર્ટ દરરોજ અને સતત નવા ઉત્પાદનો, ફીચર્સ, બ્રાન્ડ્સ અને વરાઇટી ઉપલબ્ધ કરાવી રહ્યું છે, તેના દ્વારા ગ્રાહકો જ્યારે જ્યારે આ પ્લેટફોર્મ્સ પર આવે છે ત્યારે તેમને શોપિંગનો નવો જ અનુભવ કરે છે અને તેમને પસંદગીના અસીમિત વિકલ્પો મળે છે. પર્સનલ કેર પ્રોડક્ટ્સ, હોમ અને કિચન કેર પ્રોડક્ટ્સ, પૂજાનો સામાન, શૂ કેર, બેબી કેર પ્રોડક્ટ્સ, બ્રાન્ડેડ ફૂડ્સ સહિતની કેટેગરીમાં અસંખ્ય વિકલ્પો મળે છે. સ્માર્ટ સ્ટોર પ્રાઇસ પ્રોમિસ હેઠળ જિયોમાર્ટ તમામ ઉત્પાદનો પર લઘુત્તમ પાંચ ટકા ડિસ્કાઉન્ટ સાથે આકર્ષક કિંમતો ઓફર કરે છે…
તાજેતરમાં જ સંપન્ન થયેલી કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં RILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, "જિયોમાર્ટ હવે તેની ભૌગોલિક પહોંચ અને ડિલિવરી ક્ષમતાને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જિયોમાર્ટ ગ્રાહકોને સરળ અને ઉચ્ચ ગુણવત્તાનો શોપિંગ અનુભવ આપવા માટે પ્રતિબદ્ધિત છે. ગ્રોસરી ઉપરાંત, અમે જિયોમાર્ટ ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર ઉત્પાદનોને તેના પ્લેટફોર્મ પર લઈ આવવા માટેની તૈયારી કરી રહ્યું છે. આવનારા વર્ષોમાં અમે વધુ ને વધુ શહેરોનો ઉમેરો કરીશું, સમગ્ર ભારતમાં વધુ ને વધુ ગ્રાહકો સુધી પહોંચીશું અને વધુ ને વધુ કેટેગરીનો ઉમેરો કરતાં રહીશું."
સામાન્ય સભામાં જાહેરાત થયા બાદ વિશ્લેષકો તેમના અહેવાલોમાં જિયોમાર્ટની પહેલ વિશે અગણિત આશાઓ સેવી રહ્યા છે. ગોલ્ડમેન સાશ તેના અહેવાલમાં ટાંકે છે કે "અમે માનીએ છીએ કે ફેસબૂક સાથેની સમજૂતીથી RIL ઓનલાઇન ગ્રોસરી ક્ષેત્રે બજાર અગ્રણી બની શકે છે, જેમાં વર્ષ 2024 સુધીમાં 50 ટકા બજાર હિસ્સો મેળવી શકે છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com