News Continuous Bureau | Mumbai
JNK India IPO : IPOમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. JNK ઇન્ડિયા લિમિટેડનો IPO આજે ખુલશે. મહારાષ્ટ્રની આ કંપની IPO દ્વારા કુલ 650 કરોડ રૂપિયા એકત્ર કરવાનો હાલ પ્રયાસ કરી રહી છે. કંપનીએ તેના શેરની પ્રાઇસ બેન્ડ અને લિસ્ટિંગની તારીખ જાહેર કરી છે. જો તમે પણ IPO માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો જાણો અહીં આ આઈપીઓની સંપુર્ણ માહિતી.
JNK ઇન્ડિયાનો IPO 23 એપ્રિલ 2024 એટલે કે આજે ખુલી રહ્યો છે. આ IPO દ્વારા, કંપની 16,015,988 શેર વેચીને 649.47 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ આઈપીઓ દ્વારા કંપની રૂ. 300 કરોડના નવા શેર ઈશ્યુ કરવા જઈ રહી છે. જેમાં 349.47 કરોડની કિંમતના શેર ઓફર ફોર સેલ દ્વારા જારી કરવામાં આવશે. રોકાણકારો ( Investors ) 25 એપ્રિલ સુધી કંપનીના IPOમાં રોકાણ કરી શકે છે. જેમાં કંપની 26 એપ્રિલે શેરની ફાળવણી કરશે. જ્યારે અસફળ રોકાણકારોને 29 એપ્રિલે તેનું રિફંડ મળશે. તો ડીમેટ ખાતામાંના શેર 29 એપ્રિલે ટ્રાન્સફર કરવામાં આવશે. શેરનું લિસ્ટિંગ ( Share listing ) 30 એપ્રિલના રોજ BSE અને NSE પર થશે.
JNK India IPO : કંપનીએ IPO માટે શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 395 થી રૂ. 415 વચ્ચે નક્કી કરી છે….
JNK India Limited એ તેના IPO માં 50 ટકા લાયક સંસ્થાકીય ખરીદદારો માટે, 35 ટકા છૂટક રોકાણકારો માટે અને 15 ટકા બિન-સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : Tata Group Stocks : ટાટા ગ્રુપની તેજસ નેટર્વક ખોટમાંથી નફામાં પાછી આવી, આવક વધીને ₹1,326.9 કરોડને પાર.
કંપનીએ IPO માટે શેરની ( Stock Market ) પ્રાઇસ બેન્ડ રૂ. 395 થી રૂ. 415 વચ્ચે નક્કી કરી છે. આ IPOમાં રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા 36 શેર ખરીદી શકે છે. આવી સ્થિતિમાં આ IPOમાં ઓછામાં ઓછા 14,940 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. જેમાં રિટેલ રોકાણકારો આ IPOમાં વધુમાં વધુ 13 શેરના લોટ એટલે કે રૂ. 1,94,220નું રોકાણ કરી શકે છે.
જેએનકે ઈન્ડિયા લિમિટેડ ઓઈલ રિફાઈનરીઓ અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ જેવા ઉદ્યોગો માટે હીટિંગ સાધનોનું ઉત્પાદન કરે છે. કંપની ડિઝાઈનથી લઈને ઈન્સ્ટોલેશન સુધીનું તમામ કામ કરે છે. આ કંપની સ્થાનિકથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી સેવાઓ પૂરી પાડી રહી છે. આગામી સમયમાં JNK ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન સાથે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પ્રવેશવાનો પ્રયાસ પણ કરી રહી છે. કંપની આ IPO દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ કંપની મૂડી માટે કરવા જઈ રહી છે. નાણાકીય વર્ષ 2023માં કંપનીનો ચોખ્ખો નફો 46.36 કરોડ રૂપિયા હતો. તે જ સમયે, એપ્રિલથી ડિસેમ્બર 2023 વચ્ચે, કંપની પર 56.73 કરોડ રૂપિયાની દેણદારી હતી.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)