News Continuous Bureau | Mumbai
Gold Mines : આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત એવા ફોર્બસ મેગેઝીને પોતાના અંકમાં વિશ્વના સોનાના ભંડાર ( Gold reserves ) વિશે માહિતી આપી છે. માહિતી મુજબ દુનિયામાં સૌથી મોટું ગોલ્ડ રિઝર્વ અમેરિકામાં છે તેની પાસે 8133 ટન સોનુ છે. જ્યારે કે બીજા નંબર પર જર્મની અને ત્રીજા સ્થાન પર ઈટલી છે. પરંતુ આ વાત ગોલ્ડ રિઝર્વની થઈ. સોનાની ખાણ ક્યાં છે તે સંદર્ભે તમને માહિતી છે ખરી? આ રસપ્રદ વિગત જાણો….
Gold Mines : આફ્રિકામાં વિશ્વની સૌથી વધુ સોનાની ખાણ છે.
આફ્રિકા ( Africa ) માત્ર વાઇલ્ડ લાઇફ માટે નહીં પરંતુ સોનાની ખાણ માટે પણ જાણીતું છે. અહીં જે રમખાણો થાય છે તેના મૂળમાં સોનાની ખાણ જવાબદાર છે. વર્ષોથી અલગ અલગ સમુદાયના લોકો એકબીજા સાથે લોહિયાળ યુદ્ધ કરે છે અને આ યુદ્ધ પાછળ ધન સંપત્તિ ધરાવતા સંપન્ન દેશના હથિયારો હોય છે. આ હથિયારો થી યુદ્ધ થાય છે જેમાં લોકો મરી જાય છે અને ખાણમાંથી સોનું વિદેશમાં પગ કરી જાય છે. તો ચાલો આપણે જાણીએ આફ્રિકાના કયા દેશમાં સોનાની સૌથી વધુ ખાણો છે.
Gold Mines : આફ્રિકાના આ દેશમાં સોનાની સૌથી મોટી ખાણ છે.
પ્રાપ્ત માહિતી મુજબ અલ્જેરિયા ( Algeria ) માં સૌથી વધુ સોનુ છે. એક સમયે તેની પાસે 175 મેટ્રિક ટન સોનું ( Gold ) હતું. હાલ તેની પાસે જેટલું સોનું છે તેની કિંમત 10 બિલિયન ડોલર છે. આ સૂચિમાં બીજો નંબર દક્ષિણ આફ્રિકાનો ત્રીજો નંબર લીબિયા ચોથો નંબર મિસ્ર પાંચમો નંબર મોરોક્કો છઠ્ઠો નંબર નાઈઝીરીયા સાતમો નંબર મોરેશિયસ આઠમો નંબર ખાના નવમો નંબર unina અને 10 મો નંબર મોઝામ્બિક નો છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai News : North Central seat મુંબઈમાં મોટો પોલિટિકલ ટ્વિસ્ટ, વર્ષા ગાયકવાડ નો ખેલ ખરાબ કરવા એમઆઈએમ મેદાનમાં.
Gold Mines : આખું વિશ્વ સોના પાછળ ઘેલું કેમ છે?
સોનાને વિશ્વમાં અર્થતંત્રની ( economy ) કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે. જે દેશ પાસે સૌથી વધુ સોનું હોય તે સૌથી વધુ ધનિક ગણાય છે. આ ઉપરાંત કરંસી છાપવા માટે પણ સોનાની જરુર રહે હૈ. આમ સોના પર વિશ્વની અર્થ વ્યવસ્થા આધારિત છે.