News Continuous Bureau | Mumbai
દેશભરમાં ભાગ્યે જ કોઈ બાળક કે વૃદ્ધ હશે જેણે પારલે-જી બિસ્કિટ(Parle-G Biscuits) ન ખાધા હોય. ખાસ કરીને બાળપણમાં આ બિસ્કીટ બાળકોનું(children) એકદમ ફેવરિટ હોય છે. એવું કહી શકાય કે બિસ્કીટની ચર્ચા થશે તો લોકોની જીભ પર પાર્લે-જી (Parle-G) સૌથી પહેલા આવશે. 90ના દાયકાના બાળકોને તેમનો એ યુગ યાદ હશે, જ્યારે ચા સાથે પાર્લે-જીનું કોમ્બિનેશન ફેમસ હતું. પારલે-જીની જાહેરાત (Advertisement of Parle-G) પણ તે સમયે ખૂબ જ લોકપ્રિય હતી. તમે તેના પેકેટ પર છપાયેલી છોકરીની તસવીર(A picture of a girl) વિશે તો ઘણી વાતો સાંભળી હશે, પરંતુ શું તમે જાણો છો કે બિસ્કિટના રેપર પર લખેલા Gનો અર્થ શું છે.
પારલે જી પાછળની કહાની(The story behind Parle Ji)
જો તમારે પાર્લે-જીનો ઇતિહાસ(History of Parle-ji) જાણવો હોય તો આઝાદી (Freedom) પહેલાની વાત કરવી પડશે, કારણ કે આ કંપની 1929થી આ પ્રોડક્ટ બનાવી રહી છે. જોકે પહેલા તેનું નામ કંઈક બીજું હતું. આઝાદી પહેલા પારલે-જી (Parle-G) નું નામ ગ્લુકો બિસ્કીટ (Gluco Biscuit) હતું. તમને જાણીને નવાઈ લાગશે કે તે બીજા વિશ્વયુદ્ધ (Second World War) દરમિયાન ભારતીય અને બ્રિટિશ સૈનિકો (Indian and British soldiers) બંનેમાં લોકપ્રિય હતું. પરંતુ આઝાદી બાદ ગ્લુકો બિસ્કીટનું ઉત્પાદન(Production of Gluco Biscuits) બંધ કરી દેવામાં આવ્યું હતું. વાસ્તવમાં તેને બનાવવામાં ઘઉંનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તે સમયે દેશમાં ખાદ્ય સંકટ હતું, જેના કારણે તેનું ઉત્પાદન બંધ કરવું પડ્યું હતું.
બ્રિટાનિયાએ(Britannia) કબ્જો જમાવ્યો
પારલે-જી બંધ થયા પછી ભારતીય બજારમાં અન્ય કંપનીઓ વચ્ચે કોમ્પિટિશન વધવા લાગી. ખાસ કરીને તે સમયે બ્રિટાનિયાએ ગ્લુકોઝ-ડી બિસ્કિટ લોન્ચ કર્યા હતા અને કંપની સમગ્ર માર્કેટને કબજે કરવાનો પ્રયાસ કરી રહી હતી. તે જ સમયે ગ્લુકો બિસ્કીટ ફરીથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : LPG ગ્રાહકો માટે મોટા સમાચાર- હવે વર્ષમાં માત્ર આટલા જ ગેસ સિલિન્ડર લઈ શકશે ગ્રાહકો-મહિનાનો ક્વોટા પણ નક્કી કરાયો- જાણો નવા નિયમો
પારલે જીની છોકરી અને G નો અર્થ
લોન્ચિંગ સમયે તેનું નામ પારલે-જી રાખવામાં આવ્યું હતું અને કવર પર એક નાની છોકરીનો ફોટો પણ મૂકવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે પારલે નામ મુંબઈના વિલે-પાર્લે વિસ્તારમાંથી લેવામાં આવ્યું હતું. જ્યાં તેની ફેક્ટરી હતી. તે જ સમયે પારલે-જીમાં 'જી' નો અર્થ 'ગ્લુકોઝ' થાય છે. હકીકતમાં પારલે-જી એ ગ્લુકોઝનું બિસ્કિટ છે. જો કે કંપનીએ વર્ષ 2000માં તેનું નામ બદલી નાખ્યું અને 'G' એટલે કે 'જીનિયસ'ને પ્રમોટ કરવામાં આવ્યું.