Site icon

જાણો આકાશ અંબાણી વિશે જેમના હાથમાં હવે જીઓ ની કમાન છે-અહીં તેમનો પૂરો બાયોડેટા

News Continuous Bureau | Mumbai 

• આકાશ(Akash Ambani) રિલાયન્સ ગ્રૂપની(Reliance Group) ડિજિટલ સેવાઓ(Digital services) અને કન્ઝ્યુમર રિટેલ પ્રપોઝીશન(Consumer Retail Proposition) દ્વારા નિર્ધારિત અસાધારણ અને સર્વસમાવેશક વિકાસ યાત્રા સાથે નજીકથી સંકળાયેલા છે અને હવે તે 500 મિલિયનથી વધુ ગ્રાહકો માટે 'કન્વર્જન્સ ડિવિડન્ડ'ના(Convergence Dividends) માળખાની રચનાનું નેતૃત્વ કરી રહ્યા છે, જે વિવિધ ભૌગોલિક વિસ્તારો(Geographical areas) અને આવકના વિવિધ સ્તરોમાં ઊંડે સુધી પથરાયેલા છે.

Join Our WhatsApp Community

• રિલાયન્સ જિયો ઇન્ફોકોમના(Reliance Jio Infocomm) ચેરમેન (Chairman)તરીકે આકાશની આગેકૂચ તેમણે ડિજિટલ સેવાઓની યાત્રામાં આપેલા વિશિષ્ટ યોગદાનને પ્રતિબિંબિત કરે છે અને આગળ જતાં તેમને જવાબદારીઓના ઉચ્ચ સ્તરો પર પુનઃસમર્પિત કરે છે.

• શ્રી મુકેશ અંબાણી(Shri Mukesh Ambani) જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના(jio Platforms Ltd.) ચેરમેન તરીકે ચાલુ રહેશે, જે રિલાયન્સ જિયો ઇન્ફોકોમ સહિત જિયોની તમામ ડિજિટલ સર્વિસ બ્રાન્ડની માલિકી ધરાવતી ફ્લેગશીપ કંપની(Flagship company) છે.

• આકાશ જિયોના 4G માળખાની આસપાસ ગુંથાયેલી ડિજિટલ ઇકોસિસ્ટમના(Digital ecosystem) નિર્માણ સાથે નજીકથી સંકળાયેલા છે. તેઓ 2017માં ભારતીયોના ઉપયોગ માટે ખાસ વિકસાવાયેલા જિયોફોનના(Jiophone) વિકાસ અને લોન્ચિંગમાં એન્જિનિયરોની ટીમ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા, જે ઘણા લોકોને 2Gમાંથી 4Gમાં લઈ જવા માટેનું એક ક્રાંતિકારી ઉપકરણ બની ગયું છે.

આ સમાચાર પણ વાંચો :મોટા સમાચાર – રિલાયન્સ જિયોના ચેરમેન પદેથી મુકેશ અંબાણીએ આપ્યું રાજીનામું- જાણો હવે કોણ હશે નવા ચેરમેન 

• તેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડિજિટલ સ્પેસમાં(Digital space) જિયો દ્વારા કરવામાં આવેલા મહત્વના એક્વિઝિશનનું નેતૃત્વ કર્યું હતું અને AI-ML તથા બ્લોકચેઇન સહિતની નવી ટેક્નોલોજી(New technology) અને ક્ષમતાઓના વિકાસ સાથે પણ તેઓ ઉત્સાહપૂર્વક સંકળાયેલા છે.

• આકાશ વર્ષ 2020માં ટેક્નોલોજી ક્ષેત્રની મુખ્ય કંપનીઓ અને રોકાણકારો દ્વારા જિયોમાં કરવામાં આવેલા વૈશ્વિક રોકાણોમાં(global investments) અભિન્ન રીતે સામેલ હતા, આ પ્રક્રિયાથી ઘણી રીતે જિયો વૈશ્વિક રોકાણકારોના નકશા પર આવ્યું છે.

• આકાશ પાસેથી ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત કરવા માટે ઇનોવેશન અને ટેક્નોલોજીને(Innovation and technology) અદ્યતન બનાવવાની પ્રક્રિયા પર કામ કરવાનું ચાલુ રાખશે તેવી અપેક્ષા છે જે ડિજિટલ સોલ્યુશનિંગને(Digital Solutions) આગળ વધારશે અને ડેટા તથા ટેક્નોલોજીની શક્તિને બધા માટે વધુ સુલભ બનાવશે, જે હજુ પણ હાંસિયા પર છે.

• તેઓ ભારતને વધુ સર્વસમાવેશક, ઉચ્ચ કક્ષાની ડિજિટલ સોસાયટી બનાવવા માટેના જિયોના પ્રયાસોને આગળ વધારશે.

• આકાશ અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટીમાંથી મેજર ઇન ઇકોનોમિક્સમાં સ્નાતક પદવી મેળવી છે.

Gold Price Today: રોકાણકારો માલામાલ, ખરીદદારો બેહાલ! સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ; ૨૬ જાન્યુઆરીએ ચાંદીમાં પણ જોવા મળ્યો મોટો ઉછાળો
Petrol-Diesel Price Today:૨૬ જાન્યુઆરીએ પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું કે મોંઘું? પ્રજાસત્તાક પર્વે તેલ કંપનીઓએ જાહેર કર્યા નવા ભાવ; જાણો તમારા શહેરની સ્થિતિ
Gold Silver Rate Today: સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શું ભાવ ₹1.60 લાખે પહોંચશે? અમદાવાદ, સુરત અને મુંબઈના લેટેસ્ટ રેટ્સ પર એક નજર
Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Exit mobile version