ઈ-કોમર્સ પોલિસીના મુદ્દે કેન્દ્ર પર દબાણ લાવવા રિટેલના અગ્રણી વેપારી સંગઠનોએ મિલાવ્યો હાથ, રચી ટાસ્ક ફોર્સ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, 

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022

શનિવાર.

દેશ માટે મુક્ત, ન્યાયી, પારદર્શક  ઈ-કોમર્સ નીતિના અમલીકરણ માટે રીટેલ વેપારના વિવિધ વિભાગોના અગિયાર મોટા અને અગ્રણી વેપારી સંગઠનોએ એકસાથે હાથ મિલાવ્યા છે. તાજેતરમાં દિલ્લીમાં થયેલી બેઠકમાં  વેપારી સંગઠનોએ આ નિર્ણય લીધો છે, તેનાથી કેન્દ્ર સરકાર પર ઈ-કોમર્સની પોલીસીને અમલમાં લાવવા માટે દબાણ આવશે એવો દાવો  કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા કરવામાં આવ્યો છે.

CAIT દ્નારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલિઝમાં પદાાધિકારીઓના કહેવા મુજબ  શુક્રવારે નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય ઈ-કોમર્સ કોન્ક્લેવમાં ઈ-કોમર્સ મુદ્દે વિવિધ સંસ્થાઓ દ્વારા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ભારતના ઈ-કોમર્સ બિઝનેસનું નિયમન અને દેખરેખ રાખવાની જોગવાઈ સાથે મજબૂત નિયમનકારી સત્તા અને મજબૂત ઈ-કોમર્સ નીતિનો અમલ એ સમગ્ર દેશના વેપારીઓ અને અન્ય વર્ગોની લાંબા સમયથી પડતર માંગ છે. અગ્રણી વૈશ્વિક ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા કથિત ગેરરીતિઓ, તથ્યોની ખોટી રજૂઆત, છેતરપિંડી, કાયદાઓ અને નિયમોના ઉલ્લંઘનના આરોપોનો સામનો કરી રહી છે, તેથી ટાસ્ક ફોર્સની સ્થાપના કરવાની જરૂર પડી છે. ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક 9 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં યોજાશે જેમાં ભવિષ્યની કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવશે અને આગળ શું પગલા લેવા તે બાબતે નિર્ણય લેવામાં આવશે એવું પણ અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું.

શોખ બડી ચીઝ હૈ! ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ખરીદી ભારતની આ સૌથી મોંઘી, અધધ આટલા લાખ આપીને લીધો VIP નંબર; જાણો કારની ખાસિયત 

ટાસ્ક ફોર્સમાં અગિયાર મુખ્ય સંસ્થાઓમાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT), ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA), નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (NRAI), ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન (ATWA), ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશન (સીએટી) નો સમાવેશ થાય છે. 

CAITના પદાધિકારીઓના કહેવા મુજબ વિવિધ રાજ્યોમાં કાર્યરત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સહિત અન્ય મોટી સંસ્થાઓ અને દેશના અન્ય મોટા વેપારી સંગઠનોને આ ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવશે. પહેલી વખત દેશના મોટા સંગઠનો ઈ-કોમર્સ મુદ્દે એક સાથે ઉભા થયા છે, આનાથી સરકાર પર ચોક્કસપણે દબાણ આવશે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *