ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓગષ્ટ 2020
બેંકો બાદ સરકારી ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની એનપીએમાં પણ જંગી વધારો થયો છે. 2019-20 માં એનપીએ 8.17 ટકાનો વધારો નોંધાયો છે. એક વર્ષ પહેલા આ આંકડો 6.15 ટકા હતો. સ્પષ્ટ છે કે માત્ર એક જ વર્ષમાં એલઆઈસીની એનપીએમાં 2 % નો વધારો નોંધાયો છે.
એલઆઈસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 'અર્થવ્યવસ્થામાં જે સ્થિતિ પેદા થઈ છે. એનપીએ તેનુ જ પરિણામ છે. ખાસ કરીને કોર્પોરેટ સેક્ટરમાં ડિફોલ્ટ અને ડાઉનગ્રેડને કારણે એનપીએમાં વધારો થયો છે.
એલઆઈસીની કુલ સંપત્તિ 31.96 લાખ કરોડની થઈ ગઈ છે. ગયા વર્ષે એલઆઈસીની સંપત્તિ 31.1 લાખ કરોડ રૂપિયા હતી. જેમાં નાણાંકીય વર્ષ 2019ની તુલનામાં સામાન્ય વધારો થયો છે.
20 માર્ચે એલઆસીની એનપીએ 36,694.20 કરોડ રૂપિયા હતી. જે ગયા વર્ષે 24,772.2 કરોડ રૂપિયા હતી. અને 30 સપ્ટેમ્બર, 2019 સુધી એલઆઈસીની એનપીએ વધીને 30,000 કરોડ સુધી પહોંચી ગઈ હતી.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com