ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
લાઇફ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC) જે દેશના સૌથી મોટા પબ્લિક શૅર વેચાણ પર કામ કરી રહ્યું છે, તેણે એપ્રિલ-જૂન સમયગાળામાં રેકૉર્ડ બ્રેકિંગ સ્ટૉક માર્કેટનો નફો ₹ 10,000 કરોડથી વધુ નોંધાવ્યો છે, એમ આ મામલે વાકેફ બે લોકોએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું. દેશની સૌથી મોટી સરકારની માલિકીની વીમા કંપની LIC, ભારતીય બજારોમાં સૌથી મોટો સ્થાનિક રોકાણકાર છે.
નાણાકીય વર્ષના અંતમાં ₹ 8 ટ્રિલિયન ડૉલરના કુલ શૅર બજારના રોકાણ સુધી પહોંચવા માટે નાણાકીય વર્ષ 21માં LIC બીજા ₹ 94,000 કરોડના શૅર ખરીદવાની છે. LIC પાસે પરસ્પર વિરોધી રોકાણ હોવાને કારણે ઘણાં વર્ષો પહેલાં ખરીદાયેલા શૅરમાંથી પણ તેને નફો મળે છે, જ્યારે ભાગ્યે જ કોઈ બીજી કંપની વીમો આપતી હતી.
શિક્ષણ વિભાગનાં ધાંધિયાં; 1.00 વાગ્યે પરિણામ આવે એ પહેલાં જ સર્વર ડાઉન
LICના અધિકારીએ એક મીડિયા હાઉસને નામ ન જણાવવાની શરતે માહિતી આપી હતી કે આ જૂન-ક્વાર્ટરનો સૌથી વધુ નફો છે. અમે મહામારીના કપરા વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હતા અને એમાંથી ₹ 10,000 કરોડથી વધુની કમાણી કરવામાં આવી હતી.