News Continuous Bureau | Mumbai
સરકાર સંચાલિત લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ના બોર્ડની આજે થનારી મહત્વની બેઠક પર રોકાણકારો(Investors)ની નજર મંડાયેલી છે. આ બેઠકમાં ડિવિડન્ડ(dividend)ની ચુકવણી પર વિચારણા કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા ત્રિમાસિક/વર્ષ માટે ઓડિટેડ વાર્ષિક નાણાકીય પરિણામો પણ મંજૂર કરવામાં આવે એવી શક્યતા છે. .
આ મહિનાની શરૂઆતમાં 17 મે, 2022ના રોજ LICએ શેર માર્કેટમાં એન્ટ્રી કરી હતી. જોકે શેરની કિંમત તેની IPO ઇશ્યૂ કિંમત કરતાં 15% કરતાં વધુ ઓછી રહી હતી, તેથી રોકાણકારોને નિરાશ થવાનો વખત આવ્યો હતો.
જોકે નિષ્ણાતોના કહેવા મુજબ LICની શેરબજારમાં નિરાશાજનક શરૂઆતને ધ્યાનમાં રાખીને શેરધારકો માટે સારા ડિવિડન્ડની જાહેરાત કરવાનો પ્રયાસ કરશે
આ સમાચાર પણ વાંચો : લો કરો વાત! વૈભવી જીવન જીવવા માટે આ યુટ્યૂબર કરતો હતો ચોરી, પોલીસે આવી રીતે કરી ધરપકડ.. જાણો વિગતે
નિષ્ણાતોના કહેવા મુજબ LIC એ ગયા નાણાકીય વર્ષમાં કોઈ ડિવિડન્ડ ચૂકવ્યું ન હતું, તેથી કંપની આ વર્ષે સારું ડિવિડન્ડ જાહેર કરે તેવી શક્યતાઓ વધારે છે, આમ તે એક સારું ડિવિડન્ડ પ્લે બની શકે છે.”
LIC IPO, ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO, લગભગ ત્રણ ગણા સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો હતો, જે મુખ્યત્વે છૂટક અને સંસ્થાકીય ખરીદદારો દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ વિદેશી રોકાણકારોની ભાગીદારી મ્યૂટ રહી હતી. LICના મેગા ઇશ્યૂ માટે ભાવની શ્રેણી રૂપિયા 902 અને 949 પ્રતિ શેરની વચ્ચે સેટ કરવામાં આવી હતી. સરકારે પ્રારંભિક શેર વેચાણ દ્વારા 22.13 કરોડ શેર અથવા LICમાં 3.5% હિસ્સો વેચ્યો હતો.