News Continuous Bureau | Mumbai
LIC New Childrens Money Back Plan: LIC (એલઆઈસી) દ્વારા રજૂ કરાયેલ “ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન” ( New Children’s Money Back Plan ) હાલ મધ્યમવર્ગીય પરિવારોમાં ખૂબ ચર્ચામાં છે. આ યોજના હેઠળ દરરોજ માત્ર ₹150 રોકાણ કરીને તમે તમારા બાળકના ભવિષ્ય માટે ₹19 લાખ સુધીનો ફંડ તૈયાર કરી શકો છો. આ રકમ બાળકના ઉચ્ચ અભ્યાસ કે લગ્ન માટે ઉપયોગી બની શકે છે.
LIC New Childrens Money Back Plan: રોકાણ(Investment ) થી ભવિષ્ય સુરક્ષિત બનાવો
આ યોજના હેઠળ જો તમે બાળકના જન્મથી દરરોજ ₹150 રોકાણ કરો તો દર મહિને ₹4,500 અને વર્ષે ₹55,000 જેટલું રોકાણ થશે. 25 વર્ષ સુધી સતત રોકાણ કરવાથી કુલ ₹14 લાખ જેટલું રોકાણ થશે. પૉલિસી મેચ્યોર થયા પછી બોનસ અને વ્યાજ સાથે કુલ રકમ ₹19 લાખ સુધી પહોંચી શકે છે.
LIC New Childrens Money Back Plan: પ્રીમિયમ ( Premium ) ભરવાના વિકલ્પો
આ યોજનામાં પ્રીમિયમ ભરવાના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે – માસિક, ત્રૈમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક. આથી તમે તમારા બજેટ અનુસાર સરળતાથી રોકાણ કરી શકો છો.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Toll Tax :મહારાષ્ટ્ર (Maharashtra) ના લોકો પાસેથી 2.11 લાખ કરોડનો ટોલ વસૂલાયો, રસ્તા વિકાસના નામે ઉઘરાણી?
LIC New Childrens Money Back Plan: લોન ( Loan ) અને રકમની પરતફેર
આ યોજના હેઠળ બાળકના 18, 20, 22 અને 25 વર્ષના વયે રકમની પરતફેર થાય છે. 18, 20 અને 22 વર્ષે કુલ રકમના 20% અને 25 વર્ષે બોનસ સાથે 40% રકમ આપવામાં આવે છે. પૉલિસી ખરીદી પછી બે વર્ષ પછી લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
 
			         
			         
                                                        