News Continuous Bureau | Mumbai
Life Insurance Policy Nominee Benefits: જો તમે એલઆઈસીની પોલિસી(LIC's Policy) લઈ રહ્યા છો અથવા પછી લઈને રાખી છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. પોલિસી ખરીદતા સમયે પોતાના પરિવારના કોઈ સભ્યને નોમિની (Life Insurance Policy Nominee) જરૂર બનાવવા જોઈએ. હવે આ નિયમ ફરજિયાત પણ થઈ ગયો છે. જો તમે પોલિસી લેતા સમયે નોમિની નથી બનાવ્યા અને તમારી સાથે કોઈ દુર્ઘટના બની જાય તો તમારા નજીકના લોકોને રૂપિયાથી વંચિત રહેવુ પડી શકે છે. એટલે કે આનો સૌથી મોટો ફાયદો એ છે કે પરિવારને પોલિસીનો દાવો(Policy claim) મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે અને બિનજરૂરી વિવાદોથી(Unnecessary disputes) પણ બચી શકાય છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
એક કરતા વધુ નોમિની(nominee) કેવી રીતે બનાવવા
સામાન્ય રીતે લોકો તેમના જીવનસાથીને તેમના નોમિની બનાવે છે. પરંતુ જો તમે તમારા રૂપિયા બે લોકો વચ્ચે વહેંચવા માંગતા હોવ. જેમ કે પત્ની અને બાળક અથવા પત્ની અને ભાઈ અથવા માતા. તે કિસ્સામાં તમે એક કરતાં વધુ પોલિસી ખરીદી શકો છો અને બે પોલિસી માટે અલગ-અલગ નોમિની બનાવી શકો છો. અથવા તમે પોલિસી ખરીદતી વખતે એક કરતા વધુ વ્યક્તિનો હિસ્સો નક્કી કરી શકો છો અને તેમને નોમિની બનાવી શકો છો. તેના માટે પોલિસી ખરીદતી વખતે વીમાદાતા પાસેથી લેખિત બાંયધરી લઈ શકાય છે.
નોમિની પસંદ કરતા સમયે ધ્યાનમાં રાખો
પોલિસી લેતી વખતે નોમિનીનું નામ નક્કી કરો. પરંતુ ધ્યાનમાં રાખો કે પોલિસી માટે યોગ્ય નોમિની પસંદ કરવાનું પણ ખૂબ મહત્વનું છે. જો તમે તમારા પરિવારમાં એકમાત્ર કમાનાર સભ્ય છો, તો નોમિની માટે પરિવારની એવી વ્યક્તિને પસંદ કરો જે તમારી ગેરહાજરીમાં નાણાકીય જવાબદારી લેવા સક્ષમ હોય. મોટેભાગે આ જવાબદારી જીવનસાથી દ્વારા ઉઠાવવામાં આવે છે, પછી તમે તેને નોમિની બનાવી શકો છો. આવી સ્થિતિમાં તમારા પરિવારના સભ્યોને ચોક્કસપણે મદદ મળશે.
આ સમાચાર પણ વાંચો : કયો ફોન છે નફાકારક ડીલ- જાણો 6 હજારથી 30 હજાર સુધીના શ્રેષ્ઠ સ્માર્ટફોન
સમયની સાથે બદલી શકાય છે નોમિની
પોલિસી હોલ્ડર સમયની સાથે પોતાના નોમિની બદલી પણ શકે છે.
કોઈ નોમિની મૃત્યુ પામે અથવા તેને રોજગાર મળી જાય અને કોઈ અન્ય બીજા સભ્યને રૂપિયાની વધારે જરૂર હોય તો આવી સ્થિતિમાં નોમિની બદલી શકાય છે.
ઉપરાંત લગ્ન અથવા છૂટાછેડાંની સ્થિતિમાં પણ નોમિની બદલી શકાય છે
તેના માટે તમારે ઈન્શ્યોરન્સ કંપનીની(insurance company) વેબસાઈટ પરથી નોમિની ફોર્મ ડાઉનલોડ કરો અથવા પછી ઓફિસમાંથી આ ફોર્મ કલેક્ટ કરો
ફોર્મમાં નોમિની ની ડિટેઇલ ભરો
હવે પોલિસીના ડોક્યુમેન્ટની કોપી અને નોમિની સાથે પોતાના રિલેશન ના ડોક્યુમેન્ટ લગાવી સબમિટ કરો
જો એક કરતા વધુ નોમિની છે તો દરેકની જવાબદારી પણ નક્કી કરી દો
આ સમાચાર પણ વાંચો : WhatsApp પર કોલ ચૂકી ગયા- નોટ ટુ વરી- હવે દરેક કોલ વિશે આ રીતે મળશે માહિતી