News Continuous Bureau | Mumbai
LIC Premium: દેશમાં હાલ નવા નાણાકીય વર્ષમાં જીવન વીમા નિગમ (LIC) ના પ્રીમિયમમાં મોટો ઉછાળો આવ્યો છે. જાહેર ક્ષેત્રની વીમા કંપનીએ એપ્રિલ, 2024માં પ્રીમિયમ કલેક્શનનો 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. એપ્રિલ, 2024માં LICનું કુલ પ્રીમિયમ કલેક્શન રૂ. 12,383.64 કરોડ હતું. જે એપ્રિલ 2023માં એકત્રિત થયેલા રૂ. 5,810.10 કરોડના પ્રીમિયમ કરતાં 113.14 ટકા વધુ છે.
દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસી (લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) એ એપ્રિલ 2014માં આના કરતા વધારે પ્રીમિયમ ( Policy Premium ) હાંસલ કર્યું હતું. એપ્રિલ 2023 ની તુલનામાં, LIC અને ખાનગી વીમા કંપનીઓના ( Insurance company ) પ્રીમિયમમાં 61 ટકાનો વધારો થયો હતો. આ વધારામાં LICનો મોટો ફાળો હતો.
LIC Premium: બજારમાં નવી વિમા પોલીસી લોન્ચ કરવાથી લોકોનો વિશ્વાસ LICમાં વધુ મજબુત બન્યો
કંપનીએ આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, કંપની માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. અમે આ સમયગાળા દરમિયાન માર્કેટિંગમાં નવીનતાને પ્રોત્સાહન આપ્યું છે. આ ઉપરાંત, ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર અમારી ઘણી પોલીસીમાં ( LIC Policy ) ફેરફાર પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન બજારમાં નવી પોલીસીઓ પણ લોન્ચ કરવામાં આવી છે. આના કારણે ગ્રાહકોનો LICમાં વિશ્વાસ મજબૂત થયો છે. આ જ કારણ છે કે છેલ્લા એક વર્ષમાં અમારી પોલિસી વધુ વેચાઈ છે અને પ્રીમિયમ પણ બમણાથી વધુ વધી ગયું છે. જેમાં કંપનીએ છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Tarkarli : મહારાષ્ટ્રમાં સ્વર્ગ તરીકે ઓળખાતા તારકર્લી, અગમ્ય સમુદ્રનું અદ્ભુત સૌંદર્ય, જ્યાં સ્વચ્છ દરિયાકિનારા તમને મંત્રમુગ્ધ કરશે.
એલઆઈસીને વ્યક્તિગત પ્રીમિયમ શ્રેણીમાં રૂ. 3,175.47 કરોડ મળ્યા હતા. તો કંપનીએ ગ્રુપ પ્રીમિયમમાં રૂ. 9,141.34 કરોડ અને વાર્ષિક ગ્રૂપ પ્રીમિયમમાં રૂ. 66.83 કરોડ મેળવ્યા હતા. એપ્રિલ, 2024માં LIC પોલિસીની કુલ સંખ્યા પણ વધીને 8.56 લાખ થઈ ગઈ હતી. એપ્રિલ 2023માં આ જ આંકડો 7.85 લાખ હતો.
ખાનગી વીમા કંપનીઓમાં સૌથી મોટી SBI લાઇફનું પ્રીમિયમ પણ આ સમયગાળા દરમિયાન 26 ટકા વધ્યું હતું. દરમિયાન HDFC લાઇફનું પ્રીમિયમ 4.31 ટકા વધ્યું હતું, ICICI પ્રુડેન્શિયલનું પ્રીમિયમ 28.13 ટકા વધ્યું હતું, Bajaj Allianzનું પ્રીમિયમ 25.20 ટકા અને Max Lifeનું પ્રીમિયમ 41 ટકા વધ્યું હતું.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)