Site icon

LIC Share Price: SEBI તરફથી LICને મોટી રાહત, 10% પબ્લિક શેરહોલ્ડિંગ પૂર્ણ કરવા માટે ત્રણ વર્ષનો વધુ સમય મળ્યો,શેરમાં આવ્યો તોફાની વધારો..

LIC Share Price: LICને લઈને મોટા સમાચાર આવ્યા છે. સેબીને MPS (ન્યૂનતમ શેરહોલ્ડિંગ પેટર્ન) નિયમોને પરિપૂર્ણ કરવા માટે વધુનો 3 વર્ષનો સમય મળ્યો છે. આથી શેરમાં જોરદાર ઉછાળો આવ્યો હતો

LIC Share Price LIC gets big relief from SEBI, three years more time to complete 10% public shareholding, stock surges.

LIC Share Price LIC gets big relief from SEBI, three years more time to complete 10% public shareholding, stock surges.

News Continuous Bureau | Mumbai

LIC Share Price: ભારતની સૌથી મોટી વીમા કંપની, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે LICના શેરમાં ગઈકાલે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. LICના શેર ઉછાળા સાથે ખૂલ્યા હતા અને ઇન્ટ્રાડે લગભગ 6 ટકાના ઉછાળા સાથે રૂ. 982.90 પર પહોંચ્યા હતા. જેમાં બપોરે 2:50 વાગ્યે, NSE પર LICનો શેર 5.31 ટકાના વધારા સાથે રૂ. 980.40 (LIC શેરની કિંમત) પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઈન્સ્યોરન્સ શેરમાં આ મજબૂત વધારા પાછળનું કારણ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ( SEBI ) નો એક નિર્ણય જવાબદાર છે. સેબીએ એલઆઈસીને પબ્લિક શેરહોલ્ડિંગ સંબંધિત શરતો પૂરી કરવા માટે વધુ ત્રણ વર્ષનો સમય આપ્યો છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ LICના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. 

Join Our WhatsApp Community

LIC માટે તેના પબ્લિક શેરહોલ્ડિંગને ( shareholding ) 10 ટકા સુધી મર્યાદિત કરવું ફરજિયાત છે. હાલમાં LICમાં પબ્લિક શેરહોલ્ડિંગ 3.5 ટકા છે અને બાકીનો 96.50 ટકા હિસ્સો પ્રમોટરની માલિકીનો છે, જે ભારત સરકાર પાસે છે. અગાઉ એલઆઈસી પાસે આ શરત પૂરી કરવા માટે મે 2024 સુધીનો જ સમય હતો. પરંતુ હવે પબ્લિક શેરહોલ્ડિંગ વધારવા માટે તેને 2027 સુધીનો સમય મળ્યો છે.

 LIC Share Price: LICના શેરે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 73 ટકા વળતર આપ્યું છે…

આ કારણે LICનો શેર  ( Stock Market ) લગભગ 6 ટકા વધીને રૂ. 999.35ના દિવસના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં, દેશની સૌથી મોટી જીવન વીમા કંપનીને લિસ્ટિંગની તારીખથી 10 વર્ષની અંદર એટલે કે મે 2032 સુધીમાં 25 ટકાનો લઘુત્તમ પબ્લિક હિસ્સો મેળવવા માટે એક વખતની છૂટ મળી હતી. સેબીના નિયમો અનુસાર, કંપનીએ લિસ્ટિંગના ત્રણ વર્ષમાં અથવા મર્જર અથવા એક્વિઝિશનના એક વર્ષમાં ઓછામાં ઓછા 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ હસ્તગત કરવું પડશે.

આ સમાચાર પણ વાંચો :  Kareena kapoor and Sharmila tagore: કરીના કપૂર અને શર્મિલા ટાગોરે બતાવ્યું પટૌડી પેલેસ, સાથે જે જોવા મળ્યું સાસુ વહુ નું બોન્ડિંગ,વિડીયો જોઈ ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા

LICનો IPO 4-9 મે, 2022 વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. તેના શેર 17 મેના રોજ સ્થાનિક બજારમાં લિસ્ટ થયા હતા. આ IPO હેઠળ, IPO રોકાણકારોને 949 રૂપિયાના ભાવે શેર આપવામાં આવ્યા હતા. છૂટક રોકાણકારો અને કર્મચારીઓને રૂ. 45ના ડિસ્કાઉન્ટ પર શેર મળ્યા અને પોલિસીધારકોને રૂ. 60ના ડિસ્કાઉન્ટમાં શેર મળ્યા.

LICના શેરે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 73 ટકા વળતર આપ્યું છે. છેલ્લા છ મહિનામાં આ વીમા શેરે રોકાણકારોના રોકાણમાં 62 ટકાનો વધારો કર્યો છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં LICના શેરની કિંમત લગભગ 15 ટકા વધી છે. LIC શેરનો 52-સપ્તાહનો સર્વોચ્ચ ભાવ રૂ. 1,175 હતો, જ્યારે 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 561.20 રહ્યો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version