Site icon

LIC ન્યૂ જીવન શાંતિ યોજના: પેન્શનનું ટેન્શન સમાપ્ત થશે, એકના મૃત્યુ પર બીજાને મળશે પેન્શન, જાણો સ્કીમ સાથે જોડાયેલ તમામ મહત્વની બાબતો

ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ તેની નવી જીવન શાંતિ યોજના (પ્લાન નંબર 858) માટે વાર્ષિકી દરોમાં સુધારો કર્યો છે. હવે પોલિસીધારકોને આ યોજના હેઠળ વધુ વાર્ષિકી મળશે. જો કે, તેનો લાભ ફક્ત તે પોલિસીધારકોને જ .જેમણે 5 જાન્યુઆરી અથવા તે પછી પ્લાન લીધો છે.

LIC not thinking of investing further in Adani Group cos right now

ગૌતમ અદાણીને વધુ એક ઝટકો. અદાણી ગ્રૂપના શેરોમાં આ કંપની નહીં કરે વધુ રોકાણ..

News Continuous Bureau | Mumbai

ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ તેની નવી જીવન શાંતિ યોજના (પ્લાન નંબર 858) માટે વાર્ષિકી દરોમાં સુધારો કર્યો છે. હવે પોલિસીધારકોને આ યોજના હેઠળ વધુ વાર્ષિકી મળશે. જો કે, તેનો લાભ ફક્ત તે પોલિસીધારકોને જ .જેમણે 5 જાન્યુઆરી અથવા તે પછી પ્લાન લીધો છે. એલઆઈસીએ એમ પણ કહ્યું કે નવી જીવન શાંતિ યોજના માટે ખરીદ કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે પૉલિસીધારકોને રૂ. 1,000ની ખરીદ કિંમત દીઠ રૂ. 3 થી રૂ. 9.75 સુધીનું ઈન્સેન્ટીવ મળી શકે છે. જો કે, ઈન્સેન્ટીવ ખરીદ કિંમત અને પસંદ કરેલ મુલતવી અવધ પર આધારિત છે. એલઆઈસીએ એક નિવેદન દ્વારા આ પ્લાનમાં ફેરફાર વિશે માહિતી આપી છે.

Join Our WhatsApp Community

LIC ની નવી જીવન શાંતિ યોજના શું છે?

રિટાર્યમેન્ટ પછી, તમામ લોકોની આવકના સ્ત્રોત ખતમ થઈ જાય છે, પરંતુ સામાન્ય જીવનના ખર્ચાઓ ચાલું જ રહે છે. આવી સ્થિતિમાં, નિવૃત્તિ પછી પૈસાની કોઈ અછત ન રહે, તેથી લોકો વિવિધ પ્રકારની પેન્શન યોજનાઓમાં રોકાણ કરે છે. લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LIC અનેક પ્રકારની પેન્શન યોજનાઓ લાવતી રહે છે. આજે અમે તમને જે પેન્શન પ્લાન વિશે જણાવી રહ્યા છીએ તે છે LICનો નવો જીવન શાંતિ પ્લાન. આ વાર્ષિકી યોજના છે એટલે કે પેન્શનની રકમ ખરીદીના સમયે નક્કી કરવામાં આવે છે. આમાં તમને દર મહિને પેન્શનની સુવિધા મળશે.

યોજના માટે બે વિકલ્પો છે

આ સિંગલ પ્રીમિયમ પ્લાન છે. LICની ન્યુ જીવન શાંતિ યોજનામાં તમને બે પ્રકારના વિકલ્પો મળે છે. પોલિસીધારકો સિંગલ લાઈફ અને જોઈન્ટ લાઇફ ડિફર્ડ એન્યુઇટી વચ્ચે પસંદગી કરી શકે છે. પ્રથમ વિકલ્પમાં, તમે કોઈ વ્યક્તિ માટે પેન્શન સ્કીમ ખરીદી શકો છો.

આ સમાચાર પણ વાંચો: મિશન 2024ની તૈયારીમાં લાગ્યું ભાજપ, ત્રણ કરોડ કાર્યકરોને સરલ એપથી જોડવાનું લક્ષ્ય..

પોલિસીધારકનું મૃત્યુ થાય તો ?

ડેફર્ડ એન્યુટી ફોર સિંગલ લાઈફમાં, જ્યારે પોલિસીધારકનું મૃત્યુ થાય છે, ત્યારે તેના ખાતામાં જમા થયેલ નાણાં નોમિનીને મળશે. બીજી તરફ, જો પોલિસીધારક જીવતો રહે છે તો તેને થોડા સમય પછી પેન્શન મળવાનું શરૂ થઈ જશે. ડેફર્ડ એન્યૂટી ફોર જોઈન્ટ લાઈફમાં, જો એક વ્યક્તિ મૃત્યુ પામે છે, તો બીજાને પેન્શનની સુવિધા મળે છે. જ્યારે બંને વ્યક્તિઓના મૃત્યુ પછી પોલિસીના જે પૈસા બાકી રહે છે તે નોમિનીને આપવામાં આવે છે.

આ પ્લાન રોકાણકારો ઓનલાઈન તેમજ ઓફલાઈન ખરીદી શકે છે. LIC જીવન શાંતિ પોલિસી એ LIC ની મુખ્ય વાર્ષિક યોજના છે. તેનાથી વ્યક્તિ અને તેના પરિવારને ફાયદો થાય છે.

કોણ ખરીદી શકે છે આ પોલિસી

30 થી 79 વર્ષની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં આ પોલિસી ખરીદી શકે છે. આ સ્કીમમાં ઓછામાં ઓછા 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. જો તમે પોલિસી ખરીદ્યા પછી તમારો વિચાર બદલો છો, તો પોલિસી સરેન્ડર કરી શકાય છે. આ પોલિસીના આધારે તમને લોન મળે છે.

આ સ્કીમ હેઠળ, સિંગલ ઓપ્શનમાં વિલંબિત વાર્ષિકીના કિસ્સામાં, જો તમે 10 લાખ રૂપિયાની પોલિસી ખરીદો છો તો તમને 11,192 રૂપિયાનું માસિક પેન્શન મળે છે. સામુદાયિક જીવન માટે માસિક પેન્શન રૂ. 10,576 હશે.

આ સમાચાર પણ વાંચો: “દુનિયામાં ગર્જના કરે છે હિન્દુસ્તાન અને ભીખ માંગે છે પાકિસ્તાન”: શાહબાઝ શરીફ પર ભડક્યા પૂર્વ PM

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Gold Silver Rate Today: હવે ઘરેણું ખરીદવું સપનું બનશે? સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, ઈતિહાસના સૌથી ઉંચા સ્તરે પહોંચી કિંમતો; જાણો કેમ લાગી આ ‘આગ
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Exit mobile version