Site icon News Continuous Bureau | Mumbai

Iran’s BRICS Condition: પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાને ભારત સામે કઈ શરત મૂકી? જાણો પીએમ મોદી અને વિદેશ મંત્રાલય માટે કેમ વધી ચિંતા

Iran's BRICS Condition: ઈરાને ભારત પાસે માંગી બ્રિક્સ દેશોની એકજુટતા: પીએમ મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ વચ્ચેની વાતચીત બાદ ઈરાનનો નવો દાવ, ઇઝરાયેલ-અમેરિકાના હુમલાની નિંદા કરવા દબાણ.

West Asia Crisis Iran’s BRICS Condition Puts India in a Diplomatic Dilemma; Jaishankar Discusses Stability with Global Peers

West Asia Crisis Iran’s BRICS Condition Puts India in a Diplomatic Dilemma; Jaishankar Discusses Stability with Global Peers

News Continuous Bureau | Mumbai

Iran’s BRICS Condition: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ભારતની વિદેશ નીતિ પર જોવા મળી રહી છે. ઈરાન અને ભારત વચ્ચે છેલ્લા બે અઠવાડિયામાં ચાર વાર વિદેશ મંત્રી સ્તરે વાતચીત થઈ છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચેની ચર્ચા બાદ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ એસ. જયશંકર સામે ‘બ્રિક્સ’ (BRICS) દેશોની એકજુટતાની માંગ કરી છે. ઈરાન ઈચ્છે છે કે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ દેશો ઈઝરાયેલ અને અમેરિકાના સૈન્ય હુમલાની સખત નિંદા કરે.ભારત અત્યારે બ્રિક્સનું અધ્યક્ષ છે અને વર્ષના અંતમાં ભારતમાં બ્રિક્સ સમિટ યોજાવાની છે. ઈરાનની આ માંગે ભારતને મોટી દ્વિધામાં મૂકી દીધું છે, કારણ કે બ્રિક્સના ત્રણ સભ્યો – ઈરાન, યુએઈ (UAE) અને સાઉદી અરેબિયા – સીધી કે આડકતરી રીતે આ તણાવ સાથે જોડાયેલા છે.

Join Our WhatsApp Channel

એસ. જયશંકરની રશિયન વિદેશ મંત્રી સાથે ચર્ચા

બ્રિક્સ દેશોના હિતોને ધ્યાનમાં રાખીને એક સંતુલિત નિવેદન તૈયાર કરવા માટે એસ. જયશંકરે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે પણ ફોન પર વાત કરી છે. ભારત માટે પડકાર એ છે કે બ્રિક્સમાં તમામ સભ્યોની સહમતિ હોવી જરૂરી છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) દ્વારા નિંદા કરવી સરળ હતી, પરંતુ બ્રિક્સમાં યુએઈ અને સાઉદી જેવા દેશોના હિતો અલગ હોવાથી સંયુક્ત નિવેદન જારી કરવું જટિલ પ્રક્રિયા બની ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : US Israel Iran War 2026: ઈરાની નેતાઓ પર કરોડોનું ઈનામ! અમેરિકાએ મુજ્તબા ખામેનીની માહિતી માટે જાહેર કરી અધધ આટલા કરોડની ઓફર; વધ્યો વૈશ્વિક તણાવ

ઈરાને ભારત સામે શું પક્ષ રાખ્યો?

તેહરાન દ્વારા જારી કરાયેલી વિગતો મુજબ, અબ્બાસ અરાઘચીએ જયશંકરને અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદની સ્થિતિ અને વૈશ્વિક અસ્થિરતા વિશે માહિતગાર કર્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ઈરાન આત્મરક્ષાના પોતાના કાયદેસરના અધિકારનો ઉપયોગ કરવા માટે મક્કમ છે. ઈરાને ભારતને અપીલ કરી છે કે આંતરરાષ્ટ્રીય સંગઠનો આ સૈન્ય આક્રમણની નિંદા કરે અને તેમાં બ્રિક્સ દેશોની ભૂમિકા અત્યંત મહત્વની છે.

પીએમ મોદીની ઈરાની રાષ્ટ્રપતિ સાથે વાતચીત અને ચિંતા

વડાપ્રધાન મોદીએ ગુરુવારે રાત્રે ઈરાની રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી. મોદીએ વધતા જતા તણાવ, સામાન્ય લોકોના જીવ ગુમાવવા અને સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાન પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારતીય નાગરિકોની સુરક્ષા અને ઈંધણ તેમજ સામાનનું અવિરત પરિવહન ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારતે સંકટને રોકવા માટે સંવાદ અને મુત્સદ્દીગીરીનો આગ્રહ રાખ્યો છે, પરંતુ ઈરાન જે રીતે નિંદાત્મક નિવેદનની માંગ કરી રહ્યું છે તે ભારત માટે એક કસોટી સમાન છે.

 

US Iran Peace Deal શું શાંત થશે મધ્ય પૂર્વનો તણાવ? અમેરિકાઈરાન વચ્ચે શાંતિ સમજૂતીના ૧૪ મુદ્દાઓ ચર્ચામાં.
US Attacks on Ships ઓમાનના તટ પર અમેરિકી હુમલા ભારતીય નાવિકોના મોત મામલે ભારતે અમેરિકી રાજદ્વારીને તલબ કર્યા
Congress Protest મીનાક્ષી નટરાજન મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જીતુ પટવારી સહિત અનેક નેતાઓની અટકાયત
Trump’s Decision ટ્રમ્પે ઈરાન પરના હુમલા શા માટે રોક્યા? કતર અને યુએઈના કહેવાથી બદલાયો નિર્ણય!
Exit mobile version