ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ જૂન ૨૦૨૧
શુક્રવાર
વીમા કંપનીઓએ આરોગ્ય વીમામાં કાળા, પીળા અને સફેદ ફૂગ એટલે કે ‘માયક્રોસિસ’ની સારવારની કિંમત ધ્યાનમાં લેવાનું નક્કી કર્યું છે. આ ગંભીર બીમારીની સારવાર લઈ રહેલા દર્દીઓને હવે મોટી રાહત મળી છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયેલા દર્દીઓ થોડા દિવસો પછી કાળા, પીળા અને સફેદ ફૂગથી ચેપગ્રસ્ત થયા હતા.
આ ઉપરાંત, શસ્ત્રક્રિયા અને ખર્ચાળ દવાઓથી સારવાર વધુ ખર્ચાળ બની હતી. જોકેઆરોગ્ય વીમામાં મ્યુકરમાયક્રોસિસનો સમાવેશ થવાથી દર્દીઓ અને તેમના સંબંધીઓને સારવારના ખર્ચથી રાહત મળશે. ‘કોરોના કવચ’ જેવા ઉપયોગી વીમામાં કોરોનાની સારવારના ખર્ચને આવરી લેવામાં આવે છે. આ રીતે હવે મ્યુકરની સારવારનો પણ ખર્ચ આવરી લેવાશે.
ઉલ્લેખનીય છે કે જો ગ્રાહકો પાસે આરોગ્ય વીમા પૉલિસી ન હોય અને તે કોરોના અથવા બ્લૅક ફૂગ માટે સારવાર આપવા માગતા હોય, તો તેઓને કોરોના કવચ પૉલિસી લેવાની સલાહ આપવામાં આવે છે. જોકે, આના માટે 30 દિવસનું વેઇટિંગ હાલ ચાલી રહ્યું છે.