News Continuous Bureau | Mumbai
મોંઘવારી(Inflation) ઘટવાનું નામ લેતી નથી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(Reserve bank of India) બુધવારે તેની આગામી ક્રેડિટ પોલિસી સમીક્ષામાં રેપો રેટ(Repo Rate)માં ફરી વધારો કરે તેવી શક્યતા છે. ગવર્નર શક્તિકાંત દાસે(Governor Shaktikant Das) પહેલેથી જ સંકેત આપ્યા હતા તે મુજબ હોમ અને ઓટો લોન(Home and auto loan) પર EMI વધુ વધશે. જેની સીધી અસર નાગરિકોના ખિસ્સાને થવાની છે.
રિઝર્વ બેંકે(RBI) ગયા મહિને અચાનક ક્રેડિટ પોલિસી કમિટીની મિટિંગ(Credit Policy Committee Meeting)માં રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. હવે બુધવારની સમીક્ષામાં રેપો રેટમાં ઓછામાં ઓછો 0.35 ટકાનો વધારો થવાની ધારણા છે. નિષ્ણાતોના કહેવા મુજબ આગામી મહિનામાં રેપો રેટ વધુ વધે તેવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : ઘઉં બાદ હવે આ ભારતીય ઉત્પાદનને વિદેશના દેશોએ પાછું કર્યું, નિકાસને પડશે ફટકો- જાણો વિગતે
શક્તિકાંત દાસે તાજેતરમાં કહ્યું હતું કે રેપો રેટ(Repo rate) વધશે. પરંતુ તે કેટલો હશે તે અત્યારે કહી શકાશે નહીં. બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે MPCની બેઠકમાં જણાવ્યું હતું કે RBI ફુગાવા સામે કડક પગલાં લઈ રહી છે. તેથી રેપો રેટ ચોક્કસપણે વધશે.
ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે આરબીઆઈ(RBI) આગામી કેટલાક મહિનામાં રેપો રેટમાં વધારો કરે તેવી શક્યતા છે. આથી બેન્કો પણ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા છે.