Lok Sabha Elections: RBI લોકસભા ચૂંટણી વચ્ચે હવે શંકાસ્પદ વ્યવહારો પર નજર રાખશે, ફિનટેક કંપનીઓને આ સૂચનાઓ આપી..

Lok Sabha Elections: આરબીઆઈએ તમામ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને ઉચ્ચ મૂલ્યના વ્યવહારો પર ધ્યાન આપવા જણાવ્યું છે. સેન્ટ્રલ બેંક એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કોઈ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમનો ઉપયોગ ન કરી શકે.

by Bipin Mewada
Lok Sabha Elections RBI will now monitor suspicious transactions amid Lok Sabha polls, issues these notices to fintech companies

News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections: દેશમાં હાલ સમ્રગ તરફ ચૂંટણીનો માહોલ સર્જાયો છે. તેથી આગામી સરકારની પસંદગી કરવા માટે હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું હતું. હવે ભારતીય ચૂંટણી પંચ બીજા તબક્કાના મતદાનની તૈયારીમાં હાલ વ્યસ્ત છે. આમાં હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI ) એ દેશમાં મુક્ત અને નિષ્પક્ષ લોકસભા ચૂંટણી કરાવવા માટે તેની તરફથી હવે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. આરબીઆઈએ પેમેન્ટ કંપનીઓને શંકાસ્પદ વ્યવહારો પર કડક નજર રાખવા સૂચના આપી છે. તેમજ કોઈપણ મોટા ટ્રાન્ઝેક્શનની માહિતી પણ RBIને આપવાની સુચના આપવામાં આવી છે. 

આરબીઆઈએ તમામ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ ( Payment System Operators )ને ઉચ્ચ મૂલ્યના વ્યવહારો પર ધ્યાન આપવા જણાવ્યું છે. સેન્ટ્રલ બેંક એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કોઈ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમનો ઉપયોગ ન કરી શકે. ઉપરાંત, કોઈપણ ઉમેદવાર પૈસાના આધારે મતદારોને આકર્ષી શકશે નહીં. મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર, RBIએ 15 એપ્રિલે તમામ નોન-બેંકિંગ PSO ને આ પત્ર મોકલ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે મતદારોને પ્રભાવિત કરવા માટે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર ( Electronic Fund Transfer ) સિસ્ટમનો ઉપયોગ કરવાની હાલ સંભાવના છે. તેથી તમામ PSO એ આ બાબતે ખાસ કાળજી લેવી જોઈએ.

Lok Sabha Elections: RBIએ તમામ PSO ને ચૂંટણી દરમિયાન ખાસ સાવધાની રાખવાની સૂચના આપી છે…

આરબીઆઈના પત્રમાં ચૂંટણી પંચની ( Election Commission ) ચિંતાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે આ દિશામાં કડક પગલાં ભરવાની પણ માંગ કરી હતી. RBIએ તમામ PSO ને ચૂંટણી દરમિયાન ખાસ સાવધાની રાખવાની સૂચના આપી છે. દેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન PSO દ્વારા જ થાય છે. આમાં એપ્સ અને કાર્ડનો પણ સમાવેશ થાય છે. તેમાં Visa, RuPay, PayU, Paytm, Google Pay તેમજ વિદેશી મની ટ્રાન્સફર કંપનીઓને પણ સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Bank Disinvestment: સરકાર આ 5 સરકારી બેંકોમાં હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે, કારણ છે સેબીનો નિયમ..

મુખ્ય ચૂંટણી કમિશનરે પણ 16 માર્ચે તમામ બેંકોને દરરોજ થતાં મોટા વ્યવહારોની માહિતી મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે પૈસાના જોરે ચૂંટણીને પ્રભાવિત કરવાની કોઈને તક આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં મતદાન થવાનું છે. 4 જૂને ચૂંટણીના પરિણામો જાહેર થશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More