ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
10 ડિસેમ્બર 2020
સરકાર દ્વારા ઓછી આવકવાળા નાગરિકો માટે સસ્તા ઘરોની યોજનાઓ લાગુ કરવામાં આવી છે. મ્હાડાના ઘરો માટે લોકો વર્ષો સુધી રાહ જોતા હોય છે. જેનું કારણ બજારમાં ઉપલબ્ધ મકાનો કરતા આ ઘરો ખૂબ સસ્તા હોય છે.
મહારાષ્ટ્રમાં મ્હાડાના 5647 ઘરોની લોટરી માટેની અરજીઓ આજથી એટલે કે, 10 ડિસેમ્બરે બપોરે 2.30 કલાકે લોટરી પ્રક્રિયાનું ઉદઘાટન નાયબ મુખ્યમંત્રી અજિત પવાર દ્વારા કરવામાં આવશે.
3 વાગ્યાથી અરજદારો લોટરી માટે નોંધણી કરાવી શકશે અને સાંજના 6 વાગ્યાથી અરજીઓ https://lottery.mhada.gov.in પર સ્વીકારવામાં આવશે..
અરજદારો એક મહિના સુધી એટલે કે, 11 જાન્યુઆરી, 2021 ના સાંજે 5 વાગ્યા સુધી અહીં નોંધણી કરાવી શકશે અને 12 જાન્યુઆરીના રોજ રાતના 11 વાગ્યા સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. આ લોટરીનો ડ્રો આગામી 23 જાન્યુઆરી, 2021 ના રોજ યોજાશે.
લોટરી મ્હાડાના પુના બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને તેમાં વડા પ્રધાન આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલા ઘરોનો પણ સમાવેશ થાયો છે. આ ઘરો મહારાષ્ટ્રના સોલાપુર, પિંપરી, સાંગલી અને પૂણે વિસ્તારમાં તલેગાંવ (માવલ), કરમાલા જેવા વિસ્તારોમાં છે.
ઘરો સિવાય મ્હાડાએ કોલ્હાપુરના રાધનગરીમાં 68 જમીન પણ ડેવલપરો માટે મુકવામા આવી છે. મ્હાડાએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ લોટરી માટેના કોઈ એજન્ટની નિમણૂક કરી નથી આથી મ્હાડાના નામે ઠગાઈ કરતાં લોકોથી નાગરિકોને બચવાની સલાહ આપવામાં આવી છે..
