મ્હાડાના અધધધ…. 5647 ઘરો માટે લોટ્રીની પ્રક્રીયા આજથી શરુ… જાણો ક્યાં છે ઘરો…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

10 ડિસેમ્બર 2020 

સરકાર દ્વારા ઓછી આવકવાળા નાગરિકો માટે સસ્તા ઘરોની યોજનાઓ લાગુ કરવામાં આવી છે. મ્હાડાના ઘરો માટે લોકો વર્ષો સુધી રાહ જોતા હોય છે.  જેનું કારણ બજારમાં ઉપલબ્ધ મકાનો કરતા આ ઘરો ખૂબ સસ્તા હોય છે. 

મહારાષ્ટ્રમાં મ્હાડાના 5647 ઘરોની લોટરી માટેની અરજીઓ આજથી એટલે કે, 10 ડિસેમ્બરે બપોરે 2.30 કલાકે લોટરી પ્રક્રિયાનું ઉદઘાટન નાયબ મુખ્યમંત્રી અજિત પવાર દ્વારા કરવામાં આવશે.  

3 વાગ્યાથી અરજદારો લોટરી માટે નોંધણી કરાવી શકશે અને સાંજના 6 વાગ્યાથી અરજીઓ https://lottery.mhada.gov.in પર સ્વીકારવામાં આવશે.. 

અરજદારો એક મહિના સુધી એટલે કે, 11 જાન્યુઆરી, 2021 ના ​​સાંજે 5 વાગ્યા સુધી અહીં નોંધણી કરાવી શકશે અને 12 જાન્યુઆરીના રોજ રાતના 11 વાગ્યા સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે.  આ લોટરીનો ડ્રો આગામી 23 જાન્યુઆરી, 2021 ના ​​રોજ યોજાશે. 

લોટરી મ્હાડાના પુના બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને તેમાં વડા પ્રધાન આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલા ઘરોનો પણ સમાવેશ થાયો છે. આ ઘરો મહારાષ્ટ્રના  સોલાપુર, પિંપરી, સાંગલી અને પૂણે વિસ્તારમાં તલેગાંવ (માવલ), કરમાલા જેવા વિસ્તારોમાં છે. 

ઘરો સિવાય મ્હાડાએ કોલ્હાપુરના રાધનગરીમાં 68 જમીન પણ ડેવલપરો માટે મુકવામા આવી છે. મ્હાડાએ સ્પષ્ટતા કરી છે કે  તેઓએ લોટરી માટેના કોઈ એજન્ટની નિમણૂક કરી નથી આથી  મ્હાડાના નામે ઠગાઈ કરતાં લોકોથી નાગરિકોને બચવાની સલાહ આપવામાં આવી છે..

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!